#PATAN: કોરોના ની ત્રીજી લહેરને અટકાવવા પ્રાંત અધિકારી દ્વારા શહેરના વેપારીઓ, વિવિધ સંસ્થાઓ અને આગેવાનો સહિત કોર્પોરેટર સાથે બેઠક યોજી….

કોરોના ની સંકમણ ને અટકાવવા તમામે સહિયારા પ્રયાસો હાથ ધરી કોવિડ ગાઈડ નું ચુસ્તપણે પાલન કરાવવું જોઈએ : પ્રાંત અધિકારી..

પાટણ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના ની ત્રીજી લહેરમાં અનેક કોરોના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે કોરોના ની ત્રીજી લહેરને વકરતી અટકાવવાના ભાગરૂપે મંગળવારના રોજ પાટણ નગરપાલિકાના સ્વર્ણિમ હોલ ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લાના અન્ય અધિકારીઓ તેમજ શહેરના વેપારીઓ વિવિધ સંસ્થાઓ અને આગેવાનોની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું..


આ બેઠકમાં ઉપસ્થિત રહેલા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલે કોરોના ની ત્રીજી લહેર નો ચિતાર રજુ કરતા કોરોના ની ત્રીજી લહેરને અટકાવવાના સમૂહમાં પ્રયાસો હાથ ધરાય તે માટે અપીલ કરી હતી.
જ્યારે પ્રાંત અધિકારી દ્વારા ઉપસ્થિત વિવિધ વેપારી સંગઠનોના આગેવાનો તેમજ સેવાકીય સંસ્થાઓ સહિતના ઉપસ્થિત રહેલાં આગેવાનો,કોપોરેટરો ને કોરોના ની ત્રીજી લહેરને અટકાવવા તમામ પ્રયત્નશીલ બની કોવીડ ગાઈડ લાઈન નું ચુસ્તપણે પાલન થાય તે માટે હિમાયત કરી હતી.