#PATAN : સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ઉપરથી કરમાયેલા પુષ્પમાળા નો વજન શૈલેષભાઈ બ્રહ્મ ક્ષત્રિય દ્વારા દુર કરાયો..

વિવેકાનંદજી પ્રત્યે ફક્ત તેઓની જન્મ જયંતી પ્રસંગે પ્રેમ પ્રગટ કરનારાં લોકો સામે ઉગલી નિર્દેશ કરાયો..

જન્મ જયંતી પર્વના આટલાં દિવસો વિતવા છતાં પ્રતિમા ઉપરથી પુષ્પમળા નો ભાર દુર કરવા કોઈ ને ફુરસદ ન મળી..

પાટણ તા.૧૮
પાટણ શહેરની રાજકીય પાર્ટીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા આરંભે સુરાની જેમ કોઈ મહાનુભાવોની પૂણ્યતિથિ કે જન્મ જયંતી પવૅ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભી કરવામાં આવેલી મહાનુભાવો ની પ્રતિમાઓને માલ્યાપણૅ અને શ્રધ્ધા સુમન સમર્પિત કરવા ફક્ત ફોટો શેસન પુરતી હોડ લગાવી કાયૅક્રમો આયોજિત કરતાં હોય તેવી પ્રતીતિ નગરજનો ની સામે મંગળવારે આવી હતી.


તાજેતરમાં સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતી પર્વને અનુલક્ષીને શહેરમાં કાયૅરત ભારત વિકાસ પરિષદ સહિત વિવિધ રાજકીય પાર્ટીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા મલ્યાપણૅ કરી ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો નાં નારા લગાવી જાણે સાચાં વિવેકાનંદ પ્રેમીઓ હોય તેવો માહોલ ઉભો કરી સોશ્યલ મીડિયામાં ફોટા શેર કરી શહેરીજનોની વાહ વાહી મેળવી હતી.
પરંતુ આજે સ્વામી વિવેકાનંદ જી ની જન્મ જયંતી પર્વને કેટલાક દિવસો વિતવા છતાં તેઓની પ્રતિમા ઉપર ચડાવેલા શ્રધ્ધા સુમન રૂપી ફુલો નાં હારો ઉતારવાની ભારત વિકાસ પરિષદ કે રાજકીય પાર્ટી સહિત વિવિધ સંસ્થાઓ પાસે ફુરસદ ન હોય જેનાં કારણે આ પથ્થરની પ્રતિમા પણ જાણે શ્રધ્ધા સુમન નાં પુષ્પહાર નો વજન દુર થાય તે માટે આવતા જતા રાહદારીઓ ને સંકેત કરતા હોય તેમ જોવા મળતા મંગળવારના રોજ આ માગૅ પરથી પસાર થતા પાટણ શહેરના જાણીતા ઇતિહાસકાર સ્વ.પ્રો.મુકુન્દભાઈ બ્રહ્મશ્રત્રિય નાં પુત્ર શૈલેષભાઈ બ્રહ્મ ક્ષત્રિય નાં ધ્યાનમાં આવતાં તેઓએ પોતાની કાર રોડ સાઈડ પાકૅ કરી સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ઉપર ચડાવેલ પુષ્પમાળાઓ દુર કરી સ્વામી વિવેકાનંદજી પ્રતિમા ને હળવી ફુલ બનાવી વિવેકાનંદજી પ્રત્યે નો પ્રેમ પ્રગટ કરનારાં સામે ઉગલી નિર્દેશ કરી મહાનુભાવો નાં ઉત્સવ બાદ ચડાવવામાં આવતી પુષ્પમાળાઓ સમયસર પ્રતિમા ઉપરથી દુર કરવા ટકોર કરી હતી.