#PATAN: મહેસાણા-ઉમરગામ ટ્રેનને પાટણ સુધી લંબાવવા પાટણ શહેર ભાજપ પૂર્વ પ્રમુખે માંગ કરી..

મહેસાણાથી ઉપડતી ટ્રેનો પાટણથી ઉપડે તેવી અમદાવાદ નાં સાંસદ સમક્ષ રજુઆત કરવામાં આવી..

પાટણ શહેર ભાજપના પુર્વ પ્રમુખ સુરેશભાઇ પટેલે અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ ડૉ. કિરીટભાઇને ગતરોજ એક લેખીત પત્ર લખી રેલવે નાં પ્રશ્ને રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

વર્લ્ડ હેરીટેજ રાણીની વાવ તથા સહસ્ત્રલીંગ તળાવ નિહાળવા દેશ વિદેશથી ખુબ જ પ્રમાણમાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓને સરળતાથી અવર જવર કરવા માટે અને મુસાફરોને મહત્તમ લાભ મળે તેવી ટ્રેનો નં. ૦૯૪૭૧/ ૦૯૪૭૨, સદર ટ્રેન મહેસાણાથી શરુ થાય છે જે ટ્રેન પાટણ રેલ્વે સ્ટેશનથી શરુ થાય મહેસાણા થી પાટણનુ
રેલ્વેનું અંતર ખુબ જ ટુંકુ માત્ર ૩૮ કિલોમીટર જ થાય છે. સદર ટ્રેન લંબાવવાથી પાટણ જીલ્લા મથક, ઐતિહાસિક નગરી તથા પાટણના પ્રખ્યાત પટોળા તથા વીર મેઘમાયાનુ પ્રાચીન મંદિરના દર્શનાર્થે અને સ્મારક જોવા દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. અને પાટણ જીલ્લાના પ્રજાજનોને મહેસાણા, અમદાવાદ, વડોદરા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ જેવા સાત જીલ્લામાં વેપાર / ધંધા અર્થે અવર જવર કરવા ખુબ જ સરળતા રહે છે તો આ રેલવે ની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવે તો પાટણ જીલ્લાના પ્રજાજનોની વર્ષોની માંગણી સંતોષાશે. સદર ટ્રેન મહેસાણાથી પાટણ રેલ્વે સ્ટેશન સુધી લંબાવવા તેઓ દ્વારા માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.