શહેરી વિકાસ યોજના ની ગ્રાન્ટ માંથી શહેરના ઉંઝા ત્રણ રસ્તા નજીક નવીન પાણી ની પાઈપ લાઈન નાંખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું..

ભાજપ શાસિત નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડી રહી છે : કે.સી.પટેલ.

પાટણ નગર પાલિકા દ્વારા સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ની ગ્રાન્ટ યુ ડી પી (88) વર્ષ 2020/2021 માંથી રૂપિયા 68,98,350 ની 8 ના ડાયા ની ઉંઝા ત્રણ રસ્તા થી ડુંગરીપુરા જવાન રસ્તા પર આવતા એચપી પેટ્રોલ પંપ સુધી અને ઉંઝા ત્રણ રસ્તા થી ફાઈવ એલ પી ભવન સુધી રોડ ની બને બાજુ પીવા ના પાણી ની પાઈપ લાઈન નાખવાનું ખાતમહુર્ત બુધવારના રોજ પ્રદેશ ભાજપના પુર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના મહાનુભાવો ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું હતું.
આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલે જણાવ્યું હતું કે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા કટીબદ્ધ બની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આ માગૅ પરની નવીન પાણી ની પાઈપ કાયૉરત બનતા વિસ્તારના લોકો ની પાણી ની મુશ્કેલી દૂર થશે તેમ જણાવ્યું હતું.
આ ખાતમુહૂર્ત પ્રસંગે જેમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ,વોટર વર્કસ ચેરમેન દીક્ષિત પટેલ સહિત સ્થાનિક કોર્પોરેટરો, વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.