#PATAN: ચાલકે કાબૂ ગુમાવતા ડમ્પર હાસાપુર ડેરીની દિવાલમાં ઘુસી ગયું…

બનાવ સમયે કોઈ હાજર ન હોય સદનસીબે જાનહાની ટળતા હાસકારો અનુભવ્યો..

મોડી રાત્રે દિવાલ તોડી ડમ્પર વીજ થાંભલાને અથડાતાં મોટા અવાજને કારણે આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાયો..

પાટણ નાં હાંસાપુર નજીકથી ગત મોડી રાત્રે પસાર થતા ડમ્પર ચાલક દ્વારા ડમ્પરને વળાંક વાળતી વખતે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર સાગરડેરીની દિવાલ તોડી લોખંડ નાં થભાલા સાથે અથડાતા ભયંકર અવાજ થતાં આજુબાજુના લોકો માં ફફડાટ ફેલાયો હતો જોકે અકસ્માતને પગલે કોઈ પણ પ્રકારની જાનહાની ન થતાં લોકો એ હાસકારો અનુભવ્યો હતો.


બનાવની મળતી હકીકત મુજબ પાટણ હાંસાપુર હાઇવે ઉપર ગતરોજ મોડી રાત્રે એક ડમ્પર ચાલક ફૂલ સ્પીડમાં પસાર થઈ રહ્યો હતો. દરમિયાન વળાંકમાં તેણે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં ડમ્પર હાઇવે ઉપર આવેલી દૂધસાગર ડેરીની દિવાલ તોડીને અંદર ઘુસી ગયું હતું. સદનસીબે ડમ્પર બાજુના રહેણાંક મકાનમાં ન ઘૂસતા કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પરંતુ અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પર ડેરીની દિવાલ તોડી વીજ થાંભલાને અથડાયું હોવાથી મોટા અવાજને લઈ આસપાસના રહીશો ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.


ઘટના સ્થળની બાજુમાં રહેતાં સ્થાનિક મહિલા ચંદ્રિકા બહેન દ્વારા જણાવાયું હતું કે “અમે ઘરમાં સુતા હતા ત્યારે રાત્રે મોટો ધડાકો થયો હતો અને વીજ લાઈન અમારા ઘર ઉપર પડી હતી. જો કે અમે ઘરની બહાર નીકળી જતાં જાન હાની ટળી હતી.