#CHANASMA: 1200વર્ષ જૂના પૌરાણીક ગોગા મહારાજ મંદિરનો 22 મો પાટોત્સવ ઉજવાયો.

કોરોના ગ્રસ્ત પિતા કોરોના મુક્ત બનતા દિકરી અને જમાઈએ અમદાવાદ થી ચાણસ્મા પદયાત્રા કરી ગોગા મહારાજ નાં આશિર્વાદ મેળવ્યા..

ચાણસ્મા રબારી વાસમાં આવેલ 1200 વર્ષ પૌરાણીક ગોગા મહારાજ મંદિરનો 22 મો પાટોત્સવ બુધવારના રોજ ભક્તિ સભર માહોલમાં ઉજવાયો હતો.
આ પાટોત્સવ પ્રસંગ ને અનુરૂપ ધજારોહણ, પાઠાત્મક અનુષ્ઠાન, સાધું સંતોનું સન્માન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
આ ધાર્મિક કાર્યક્રમમાં ઘરમોડા ના ગોગા મહારાજ મંદિરનાં ભુવાજી તેમજ ચાણસ્મા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સહિત ગોગા પરિવાર સહિત ગોગા પરિવારના સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા.


અત્રે ઉલ્લેખનીય છે કે ચાણસ્મા ગોગા મહારાજ મંદિરના ભુવાજી મહેન્દ્રભાઈ દેસાઈ કોરાનાની બીજી લહેરમાં કોરોના ગ્રસ્ત બન્યા હતા ગોગા મહારાજની કૃપાથી કોરાના મુક્ત બનતા તેમની પુત્રી સેજલબેન દેસાઈ અને તેમના જમાઈ આનંદકુમાર દેસાઈ અમદાવાદથી પગપાળા પાત્રા રૂપે ચાણસ્મા ખાતે ગોગા મહારાજના મંદિરે આવી દર્શન કરી માનતા પુરી કરી હતી. ગોગા મહારાજના ભુવાજી મહેન્દ્રભાઈ દેસાઈ અને તેમના પરિવારે તેમના જમાઈ અને દીકરીનું સ્વાગત કરી આશીર્વાદ આપ્યા હતા.