#PATAN: જિલ્લામાં કોરોના એ દોઢી સદી ફટકારતાં કુલ 151 કેસો નોંધાયા..

2225 લોકોના કોરોના ટેસ્ટ પેન્ડીગ :૧૧૪ દર્દીઓને રજા અપાઈ..

પાટણ,સિદ્ધપુર ,હારીજ,
શંખેશ્વર,સરસ્વતી,ચાણસ્મા, રાધનપુર, સાંતલપુર પંથકમાં કોરોના પોઝિટિવ કેસો નોંધાયા..

ચાણસ્માના કંબોઈ ગામે 6 વષૅ નું બાળક કોરોના ગ્રસ્ત બન્યું..

પાટણ તા.૧૯
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે બુધવારે કોરોના ની ત્રીજી લહેર માં અત્યાર સુધીમાં સૌથી વધુ દોઢી સદી ફટકારતાં કુલ 151 કેસો પોઝીટીવ નોંધાયા છે.
પાટણ જિલ્લા માં બુધવારે પ્રકાશમાં આવેલાં કોરોના પોઝિટિવ કેસ ની વિગત આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે પાટણ શહેર સહિત તાલુકામાં 81,સરસ્વતી તાલુકામાં
12,સાંતલપુર તાલુકામાં 8, હારીજ શહેર અને તાલુકામાં 10, સિદ્ધપુર શહેર અને તાલુકામાં 9,ચાણસ્મા શહેર અને તાલુકામાં 26 શંખેશ્વર માં 2,સમી 2,રાધનપુર 1 માં કેસ મળી જિલ્લામાં કુલ 151 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાની ત્રીજી લહેર મા તા 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 788 પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે 2 દર્દીઓ હોસ્પિટલ માં સારવાર હેઠળ છે.જેમા 115 દર્દીઓ સાજા થયા છે. 521 હોમ આઈશોલેશન છે તો 2225 લોકોના કોરોના નાં ટેસ્ટ પેન્ડીગ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.