#CHANASMA: આટૅસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કતૅવ્ય બોધ કાયૅક્રમ યોજાયો..

શિક્ષકો વગૅ ખંડમાં બાળકો ને શિક્ષણ ની સાથે સાથે રાષ્ટ્ર ચરિત્ર નું જ્ઞાન પીરસે : ભીખાભાઈ પટેલ..

ચાણસ્મા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બુધવારના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિ ડો.જે.જે.વોરાની અધ્યક્ષતા માં કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજાયો હતો

જેમાં જીલ્લાની વિવિધ કોલેજોના પ્રિન્સિપાલો તથા અધ્યાપક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ અને તારીખ 23 જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ વચ્ચે ના દિવસો માં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સમગ્ર ભારતમાં કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજાતો હોય છે ત્યારે ચાણસ્મા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વક્તા તરીકે ઉપસ્થિત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ દ્વારા પાથેય આપતાં જણાવ્યું કે શિક્ષકો પોતાનું શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવતા નિભાવતા બાળકોને વર્ગખંડમાં જીવન મુલ્યો નું , રાષ્ટ્રીય ચરિત્ર નું , સમાજ અને રાષ્ટ્ર ને કેન્દ્રમાં રાખીને અભ્યાસક્રમ સિવાયના પાઠો ભણાવે સંગઠન દ્વારા સમાજ પરિવર્તન નું ભગિરથ કાર્ય થઈ રહ્યું છે જેમાં પ્રાથમિક થી વિશ્વ વિદ્યાલયના શિક્ષક મિત્રો પોતાનું આદર્શ કર્તવ્ય નિભાવી પોતાની પડતર માગણીઓ ,પ્રશ્નો સાથે સાથે સમાજ જીવનના પ્રશ્નો ઉકેલી ને રાષ્ટ્ર કે હીત મેં શિક્ષા ના સૂત્રને સાર્થક કરે

કાર્યક્રમ ના અધ્યક્ષ કુલપતિ જાબાલી વોરા એ પણ ભારતના ભવ્ય ભુતકાળ માં ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાત ની અંગ્રેજો સામેની લડાઈ માં આપેલ યોગદાન ને યાદ કરવા જણાવ્યું જલીયાવાલા બાગ જેવી ઘટના આજે કોઈ જાણતું નથી એનો ઉલ્લેખ કરી માનગઢ હિલ્સ ઉપર ગોવિંદ ગુરુ એ આદીવાસી સમાજે આઝાદી માટે આપેલ બલીદાન ને યાદ કરવા જણાવ્યું હતું


કાયૅક્રમ નુ આયોજન ચાણસ્મા કોલેજના પ્રિન્સિપાલ રોહિતભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.જયારે કાર્યક્રમ નું સંચાલન રાષ્ટ્રીય સેવા યોજના ના કો.ઓર્ડિનેટર જીતેન્દ્રભાઈ પટેલે કર્યુ હતું.