#PATAN: પાટણની બદ્રીનાથની વાડીમાં રહેતા પંડિત પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું..

દર દાગીના અને રોકડ રકમ મળી રૂપિયા 97500 નો મુદ્દામાલ લઈને તસ્કરો ફરાર..

મકાન માલિક દ્વારા અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી..

દિવસે દિવસે શિયાળાની ઠંડી વધી રહી છે ત્યારે તસ્કરો પણ આ ઠંડી નો લાભ ઉઠાવી ચોરીના બનાવોને આબાદ અંજામ આપી રહ્યા છે પાટણ શહેરના તીરુપતી માર્કેટ ની પાછળ આવેલ બદ્રીનાથ ની વાડી માં રહેતા પંડિત પરિવારના મકાનને કોઈ અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી દર દાગીના અને રોકડ રકમ મળી 97500 નાં મુદામાલ ની તસ્કરી કરી પલાયન થયા હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવા પામી છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના તીરુપતી માર્કેટ ની પાછળ આવેલ બદ્રીનાથની વાડીમાં રહેતા દિપેશભાઈ સુરેશભાઈ પંડિતના મકાનને કોઈ અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં પડેલ રોકડ રકમ રૂપિયા 70,000 તેમજ સોના ચાંદીના દાગીના કિંમત રૂ.27500 મળી કુલ રૂ.97500 ની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા.
આ ચોરીની ઘટના ની જાણ મકાન માલિક દિપેશભાઈ પંડિત ને થતા તેઓએ અજાણ્યા તસ્કરો સામે પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.