#RADHANPUR:રાધનપુરના ગોચનાદ ગામે શક્તિ માતા ના મંદિરે યુવા સરપંચે અનોખી ટેક લઇ સરપંચ પદનો કારભાળ સંભાળ્યો..

જિલ્લામાં કોઈ પણ જરૂરિયાતમંદ દિકરી નાં લગ્ન સરપંચ પોતાના સ્વખચૅ કરશે..

મોરબી જિલ્લા ના રાતા વિરડા ગામ મા થોડા દિવસ અગાઉ સરપંચ ની ચૂંટણી યોજાઈ હતી જેમાં યુવા ઉમેદવાર ભરવાડ બાબુભાઈ પર વિશ્વાસ મૂકી ગ્રામજનો દ્વારા વિજય બનાવવા બદલ યુવા સરપંચ દ્વારા ગ્રામજનો નું રુણ ચૂકવવા માટે ગામના તમામ પાયાના વિકાસના કામો ને લઇ ગામને ડિજિટલ બનાવવું તેમજ ગામ લોકોની વ્યક્તિ ગત સમસ્યાના નિકાલ માટે ગ્રામ પંચાયત ઘર ખાતે ફરિયાદ બોક્ષ મુકવામાં આવશે.


જેમાં ગામ લોકો તેમના પ્રશ્નો સરપંચ ને લખી રજુઆત કરી શકશે અને યુવા સરપંચ દ્વારા કોઈ ચોક્કસ દિવસ નક્કી કરી પ્રશ્રનો નું નિરાકરણ કરાશે તો મહત્વ ની બાબત એ છે કે યુવા સરપંચ દ્વારા પોતાનો સરપંચ નો કાર્ય ભાળ સંભાળતા પહેલા ગુરુવારે રાધનપુર તાલુકાના ગોચનાદ ગામે આવેલ કુળદેવી શક્તિ માતાના મંદિરે માતાજી ના દર્શન કરી ટેક લેવામાં આવી જેમાં કોઈ એક ગામ કે તાલુકો નહિ પણ સમગ્ર મોરબી જિલ્લાના તમામ સમાજ ની નિરાધાર દીકરીઓના લગ્નમા થતો તમામ ખર્ચ યુવા સરપંચ દ્વારા કરવામાં આવશે તેવી નેમ સાથે પોતાના સરપંચ પદે આરૂઢ થતાં યુવા સરપંચ ની અનોખી પહેલ સમસ્ત ગ્રામજનો માં સરાહનીય બની હતી ્