#PATAN: પાટણના સાંસદ કોરોના સંકમિત બનતા કાકોશી ખાતે નાં ઉદ્ધાટન કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા…

કોરોના સંકમિત સાંસદ પોતાના નિવાસસ્થાને હોમ આઈસોલેટ થયાં..

સિદ્ધપુર તાલુકાના કાકોશી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુરૂવારના રોજ PSA પ્લાન્ટનું ઉદઘાટન પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે થનાર હોય પરંતુ સાંસદ કોરોના સંકમિત બનતા તેઓ આ ઉદ્ધાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા ન હોવાનું તેમના અંગત સુત્રોએ જણાવ્યું હતું.
પાટણ સાંસદ ભરતસિંહ ડાભી ની નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં રાખીને તેઓનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો જે રિપોર્ટ પોઝિટિવ આવતા સાંસદ પોતાના નિવાસસ્થાને હોમ આઈસોલેટ થયાં હોવાનું જાણવા મળ્યું છે. પાટણ સાંસદ કોરોના સંકમિત બનતા કાકોશી ખાતે આયોજિત ઉદ્ધાટન કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહી શક્યા ન હતા.