#PATAN: પ્રદેશ અધ્યક્ષ દ્વારા ગુજરાત ભાજપની પહેલ ઓન લાઈન માધ્યમથી 579 મંડળોની બેઠક યોજાઇ……..

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના નેતૃત્વ હેઠળ આગામી પેજ સમિતિના આયોજન અને સંગઠનાત્મક કાર્યો અંગે ગુજરાતના તમામ 579 મંડળોના કાર્યકર્તાઓ સાથેની ઓન લાઇન આયોજિત ઐતિહાસિક બેઠક અંતર્ગત પાટણ શહેર ભાજપની ગુજરાત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ ના અધ્યક્ષ સ્થાને મંડલ બેઠક કરવામાં આવી હતી.

જેમાં પ્રદેશ યુવા મોરચા મહામંત્રી નરેશભાઇ દેસાઈ, ધર્મેન્દ્રભાઇ પટેલ તેમજ જિલ્લા/શહેર પદાધિકારીઓ, શકિત કેન્દ્ર સંયોજકો/પ્રભારીઓ, જિલ્લા મોરચા પદાધિકારીઓ અને શહેર મોરચા પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.


બધાજ મંડળોની એક સાથે અને એક જ સમયે ઓન લાઈન માધ્યમથી બેઠક કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું હોવાનું ભાજપના સુત્રો એ જણાવ્યુ હતુ.