ગુજરાતી ફિલ્મ કલાકાર અને ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા ની પ્રદેશ ભાજપ નાં સહ પ્રવક્તા તરીકે વરણી કરવામાં આવી..

હિતુભાઈ કનોડિયા ની વરણી ને આવકારી શુભેચ્છાઓ પાઠવવામાં આવી..

ગુજરાતી અભિનેતા કમ ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા ની ગુરૂવારના રોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના સહ પ્રવક્તા તરીકે નિમણૂંક કરવામાં આવી હોવાનું પ્રદેશ ભાજપ નાં સુત્રોએ જણાવ્યું હતું.


પાટણ પંથકના પનોતા પુત્રો અને ગુજરાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આગવું યોગદાન આપનાર બંધુ બેલડી સ્વ મહેશભાઈ કનોડિયા અને સ્વ.નરેશભાઈ કનોડિયા નાં પરિવાર નું ગુજરાત ફિલ્મોમાં નામ રોશન કરવાની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે લોક સેવા નાં કામો કરતાં જાણીતા ફિલ્મ કલાકાર કમ ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા ની ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા ગુરૂવારના રોજ પ્રદેશના સહ પ્રવક્તા તરીકે ની વરણી કરવામાં આવતાં તેમનાં મત વિસ્તારના લોકો માં તેમજ પાટણ પંથક સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાયૅકરોમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે. અને હિતુભાઈ કનોડિયા ની પ્રદેશ ભાજપ નાં સહ પ્રવક્તા તરીકે ને વરણી ને આવકારી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી..વેલ ડન હિતુભાઈ કનોડિયા…વેલ ડન..