#PATAN: જિલ્લામાં કોરોના રેકોર્ડ બ્રેક 180 કેસો નોંધાયા..

2271 લોકોના કોરોના ટેસ્ટ પેન્ડીગ

ડિડરોલ ની 3 માસની બાળકી અને સંડેરમા 9 માસની બાળકી પણ સંકમિત બન્યા..

પાટણ,સિદ્ધપુર ,હારીજ, શંખેશ્વર,સરસ્વતી અને ચાણસ્મા,રાધનપુર, સાંતલપુર પંથકમાં કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે ગુરુવારે કોરોના ની ત્રીજી લહેર માં અત્યાર સુધીમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક 180 કેસો નોંધાયા છે.
પાટણ જિલ્લા માં ગુરુવારે પ્રકાશમાં આવેલાં કોરોના પોઝિટિવ કેસો ની વિગત આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે પાટણ શહેર સહિત તાલુકામાં 81,સરસ્વતી તાલુકામાં 4,સાંતલપુર તાલુકામાં 1, હારીજ શહેર અને તાલુકામાં 9, સિદ્ધપુર શહેર અને તાલુકામાં 27,ચાણસ્મા શહેર અને તાલુકામાં 38, શંખેશ્વર માં 5,સમી 2,રાધનપુર 13 કેસો મળી જિલ્લામાં કુલ 180 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાં ડિડરોલ ગામની 3 માસની બાળકી અને સંડેર ગામમાં 9 માસની બાળકી પણ કોરોના સંકમિત બની હોવાનું જાણવા મળ્યું છે.


પાટણ જિલ્લા માં અત્યાર સુધીમાં કોરોના ની ત્રીજી લહેર મા તા 1 જાન્યુઆરી થી અત્યાર સુધીમાં કુલ 968 પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે 3 દર્દીઓ હોસ્પિટલ માં સારવાર હેઠળ છે.જેમા 182 દદીઓ સાજા થયા છે. 603 હોમ આઈશોલેશન છે જ્યારે 2271 લોકોના કોરોના નાં ટેસ્ટ પેન્ડીગ હોવાની સાથે ત્રીજી લહેર મા હજુ સુધી જિલ્લામાં એક પણ મૃત્યુ થયું ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.