#PATAN : અટલ ભુજલ યોજના અતર્ગત તાલુકા કક્ષાની તાલીમ યોજાઈ…

તાલીમાર્થીઓને વોટર સિક્યોરિટી પ્લાનની વિસ્તૃત જાણકારી આપવામાં આવી..

સરપંચ અને તલાટીઓએ આ યોજનાને ગામમાં પાણી સમિતિના માધ્યમથી લાગુ કરવા ઉત્સાહ દશૉવ્યો..

વિશ્વ બેંક અને જલ શક્તિ મંત્રાલય ભારત સરકાર દ્વારા અનુદાનિત અને ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત તથા કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અમલીકૃત “અટલ ભુજલ યોજના” પાટણ તાલુકાના 54 ગામોમાં અમલી થઇ રહી છે. જે અતર્ગત પાટણ જિલ્લા પાંચાયત ખાતે ડી.પી.એમ.યુ- પાટણ, વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટ તથા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની તાલીમ યોજાઈ હતી.આ તાલીમમાં અટલ ભુજલ યોજનાના માધ્યમથી બની રહેલા વોટર સિક્યોરિટી પ્લાન અને પાટણ તાલુકાને પાણીદાર બનાવવાં થઈ રહેલી કામગીરી અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમમાં સરપંચ અને તલાટીઓ આ યોજનાને ગામમાં પાણી સમિતિના માધ્યમથી લાગુ કરવા ખુબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા.

તાલીમમાં વાલ્મીના એક્ઝયુકુટીવ ઈજનેર અને તાલુકા પંચાયત માંથી ટી.ડી.ઓ ડૉ. અરવિંદ પ્રજાપતિ તેમજ ડી.પી.એમ.યુ પાટણ, એ.વી પટેલ હાઇડ્રોલોજીસ્ટ અને નાયબ ચીટનીશ ડી. જે. દરજી બનાસકાંઠા ડી.પી.એમ.યુ. માંથી એગ્રીકલચર એક્સપર્ટ જીમિત પટેલ તેમજ પાટણ તાલુકાના સરપંચ, તલાટી તથા કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રોજેક્ટ કો-ઓડીનેટર હરેશ ડોડિયા, ટેકનીકલ સર્વયર તથા ફિલ્ડ સ્ટાફે હાજરી આપી હતી. તેમજ સરપંચો અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા.