#PATAN_CITY : લીટલ સ્ટાર સ્કુલ નાં ધો 8 નાં વિધાર્થીઓનો વિદાય સમારોહ સાથે બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો..

સંસ્કારી વિધાર્થીઓ શાળા નું ગૌરવ છે : હાર્દિકભાઈ રાવલ..

શહેરની મધ્યમાં આવેલ અને શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર લીટલ સ્ટાર સ્કુલ નાં ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારોહ સાથે બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ વિતરણ કાર્યક્રમ શુક્રવારના રોજ શાળા કેમ્પસમાં શાળાનાં વહીવટકર્તા હાર્દિકભાઈ રાવલ અને શાળાના આચાર્ય મહેશભાઈ પ્રજાપતિ સહિતના સ્ટાફ પરિવાર ની ઉપસ્થિતિમાં યોજાયો હતો.


લીટલ સ્ટાર સ્કુલ ખાતે અભ્યાસ કરતા ધોરણ 8 નાં વિધાર્થીઓને શુભેચ્છા સાથે વિદાય આપતા શાળા સંચાલક હાર્દિકભાઈ રાવલે જણાવ્યું હતું કે વિધાર્થી એ શાળા ની શોભા છે અને લીટલ સ્ટાર સ્કુલ માં ધોરણ 8 સુધી નો અભ્યાસ મેળવી શાળા ની નામના વધારનાર તમામ વિદ્યાર્થીઓ આગળ પણ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી બનાવી લીટલ સ્ટાર સ્કુલ નું ગૌરવ વધારે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.


શાળાના શિક્ષક ગણના માગૅદશૅન હેઠળ આ કાર્યક્રમ દરમિયાન ધો 6 અને ધો 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી શાળામાં વિતાવેલા દિવસો નાં સંસ્મરણો રજુ કયૉ હતાં. તો ધોરણ 8 માં અભ્યાસ કરતી મન્સુરી તનિશા સાહિલભાઈ ને બેસ્ટ સ્ટુડન્ટ ના એવોર્ડ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરનારા વિધાર્થીઓને શાળા સંચાલક સહિત સ્ટાફ પરિવારે પ્રમાણપત્ર એનાયત કરી અભિવાદિત કયૉ હતા.


સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના સુનિતાબેન નાયક દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે કાયૅક્રમ ની આભાર વિધિ કિજલબેન પટેલે કરી વિદાય લઈ રહેલા ધો.8 નાં વિધાર્થીઓને સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી.