#PATAN : ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી યોજાયો લોક ડાયરો……

ડૉ આંબેડકર ચોક ખાતે આઝાદી કા અમૂર્ત મહોત્સવ અંતર્ગત શોર્ય દેશભક્તિ અંતર્ગત ભવ્ય લોકડાયરો યોજાયો…

રાજ્ય સરકાર દ્વારા હાલમાં ગુજરાત ભરમાં આઝાદી કા અમૂર્ત મહોત્સવ ઉજવણી થઈ રહી હોય જેના ભાગે વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર નાં આર્થિક સહયોગ અને બહુચર ભવાઈ કલામંડળ પાટણ આયોજિત આઝાદી કા અમૂર્ત મહોત્સવ ઉજવણી ભાગ રૂપે ભવ્ય લોક ડાયરો ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન પ્રવિણભાઈ પરમાર પૂર્વ પ્રદેશ ઉપ પ્રમુખ અનુસૂચિત જાતિ મોરચો ભાજપ તેમજ નગરપાલિકા ભૂંગર્પ ગટર ચેરમેન જયેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી મધુબેન સેનમા, રવિધામ ગુજરાત પ્રમુખ વિનોદભાઈ સોલંકી, મુકેશભાઈ મકવાણા બિલ્ડર તેમજ પુષ્પાબેન જાદવ, રાજેન્દ્રભાઈ સોલંકી તેમજ નવ સર્જન સંસ્થા પાટણ જિલ્લા પ્રમુખ નરેન્દ્રભાઈ પરમાર સહિત મહાનુભાવો એ ઉપસ્થિત રહી લોક ડાયરાને ખુલ્લો મુકયો હતો.

આ લોક ડાયરામાં શોર્ય ગીતો ભારતના વીર સુપૂતો અને દેશ ભક્તિના અને ભારતમાતાની ઇતિહાસ ગાથા તેમજ દેશ માટે બલિદાન આપનાર શહીદોના ઉપર ભવ્ય લોકગીતો શોર્ય ગીતો ગાથા દ્વારા ભવ્ય લોકડાયરામાં રજુવાત કરવામાં આવી હતી ડાયરા કલાકારો દિનેશભાઇ બારોટ, લોક સાહિત્ય કાર દિવ્યાબેન બારોટ, લોક ગાયક સંજયભાઈ બારોટ,શૈલેષ બારોટ, જયેશરાજ બારોટ, કરણભાઈ કનોડિયા સહિત નાં કલાકારો એ સંગીતકાર દિલીપ સાધુ, સંપતભાઈ બારોટ ,ઉત્સવ બારોટ અને વિષ્ણુંભાઈ બારોટ સહિત ના સથવારે રમઝટ બોલાવી લોકોને મંત્ર મુંગ્ધ કર્યા હતા. બહુચર ભવાઈ કલા મંડળ ના મેનેજર લક્ષ્મીચંદ સોલંકી દ્વારા તમામ લોકો નો આભાર વ્યક્ત કર્યો હતો.