#PATAN : નગરપાલિકા તંત્ર અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે પાટણ શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટે ટોઈંગ વાન શરૂ કરાઈ..

પ્રથમ દિવસે 13 જેટલા વાહનો ટોઈંગ કરી રૂ.6500 નો દંડ વસુલવામાં આવ્યો..

પાલિકા અને પોલીસ તંત્રની ટ્રાફિક સમસ્યા હલ કરવાની કામગીરી શહેરીજનોએ સરાહનીય લેખાવી..

પાટણના નગરજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવવા પાટણ નગરપાલિકા તંત્ર અને પાટણ ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા શહેરમાં પોલીસ ટોઈંગ વાન શુક્રવારથી પુનઃ શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે 13 જેટલા વાહનો ટોઈંગ કરી રૂ 6500 નો દંડ વસુલવામાં આવ્યો હોવાનું ટોઈંગ વાન માં ફરજ બજાવતા કમૅચારીઓએ જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી પાટણ શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ વાહનો પાર્કીંગ કરતા હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાતી હતી જેને લઇને શહેરીજનો અવારનવાર આ ટ્રાફિકનો ભોગ બની મુશ્કેલીમાં મુકાતા હતા. ત્યારે પાટણ નગરપાલિકાની તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં ટ્રાફિકની સમસ્યાના મુદ્દે ગહન ચર્ચા વિચારણા બાદ જિલ્લા પોલીસ વડા સાથે વિચાર વિમર્શ કરી શહેરીજનોને ટ્રાફિક સમસ્યા માંથી મુક્તિ અપાવવા પાટણ પાલિકા તંત્ર અને શહેર ટ્રાફિક પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે ટોઈંગ વાન કાર્યરત બનાવવા સહમતી સધાતાં શુક્રવારના રોજ થી પાટણ એ ડિવિઝન ટ્રાફિક પોલીસ અને પાટણ નગરપાલિકાના કર્મચારી ની ટીમ મળી શહેરના મુખ્ય માર્ગો ઉપર આડેધડ પાર્ક થતા વાહનો ટોઈંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા શહેરના મુખ્ય બજાર માર્ગો ટ્રાફિક સમસ્યાથી મુક્ત થયેલા જોવા મળતા શહેરીજનોએ પાટણ પોલીસ તંત્રની અને પાટણ નગરપાલિકા તંત્રની ટોઈંગ વાન ની કામગીરી ને સરાહનીય લેખાવી હતી.