#PATAN : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાટણના શિક્ષકોએ બેચરાજી તાલુકામાં વૈદિક ગણિત ની પધ્ધતિઓ સમજાવી…

શિક્ષક ધનરાજ ભાઈ ઠક્કર અને રૂપેશ ભાટીયા દ્વારા તાલુકા સીઆરસી બીઆરસી સહિત વિધાર્થીઓને વૈદિક ગણિત નું જ્ઞાન પિરસ્યુ..

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા ગુજરાતમાં 75 જેટલા વિવિધ કાર્યક્રમો કરવાનું નક્કી કરવામાં આવેલું જે અંતર્ગત તાજેતરમાં રાજ્ય માં ત્રીજો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ ના રાષ્ટ્રીય ચેરમેન ચંદ્રમોલી જોશી, સેક્રેટરી રાજેશ ઠાકુર તથા રાજ્ય અધ્યક્ષ કલ્પેશભાઈ અખાણી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં 75 કાર્યક્રમો જેવા કે, ગણિત વિષય સંબંધિત વર્કશોપ, સેમિનાર, ક્વિઝ, ગણિત મેળા, વકતૃત્વ અને નિબંધ પ્રતિયોગિતા વગેરે જેવા કાર્યક્રમો કરવાનું નક્કી કર્યું છે. જે અન્વયે પાટણના ગણિત તજજ્ઞ શિક્ષક અને પી. પી. જી. એકસ્પરીમેન્ટલ હાઇસ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ધનરાજભાઈ ઠક્કર અને સિદ્ધપુરની શ્રી અભિનવ હાઇસ્કૂલના ગણિત તજજ્ઞ શિક્ષક રૂપેશભાઈ ભાટિયાએ મોઢેરા પે કેન્દ્ર શાળામાં વૈદિક ગણિત વર્કશોપ યોજયો હતો.


જેમાં મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના 80 જેટલા ગણિત શિક્ષકો અને મોઢેરા પે કેન્દ્ર શાળાના 280 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને વૈદિક ગણિતની વિવિધ પદ્ધતિઓ દ્વારા વિવિધ ગાણિતિક ક્રિયાઓ શીખવી હતી.
આ વૈદિક ગણિત સેમિનારમાં બાળકો અને શિક્ષકો ને ઝડપી ગણતરી માટે ની રીતો જેવી કે વર્ગ, ગુણાકાર, 1 થી 1000 સુધી ના ઘડિયા, કોઇ પણ સંખ્યા નો 11 વડે ગુણાકાર જેવી અનેક ક્રિયાઓ શીખવવામાં આવી હતી.
આ વર્કશોપ થી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મહેમાનો ખુબજ પ્રભાવિત થયા હતા અને ફરી આવો સેમિનાર કરવા માટે વિનંતી કરવામાં આવી હતી.


આ કાર્યક્રમમાં બેચરાજી તાલુકાના BRC, CRC, મોઢેરા પ્રા શાળાના ઉત્સાહી આચાર્ય મહેન્દ્રભાઈ પટેલ અને મોઢેરાની આદિત્ય હાઇસ્કુલના પ્રિન્સીપાલ અને ટ્રસ્ટના મંત્રી એ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે બંને ગણિત તજજ્ઞોએ અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના 10000 કે તેથી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રોફેસરોને વૈદિક ગણિતની વિવિઘ ક્રિયાઓ શીખવી છે.


આ બંને શિક્ષક મિત્રોની વિશેષતા એ છે કે તેઓ વૈદિક ગણિત નો કોઈ પણ સેમિનાર ગુજરાત ના કોઈ પણ ખૂણે હોય તો પણ વિના મૂલ્યે પોતાની સેવા આપતા હોય છે.
મોઢેરા પગારકેન્દ્ર શાળા ના ઉત્સાહી આચાર્ય મહેન્દ્રભાઈ પટેલ તથા શાળા ના સ્ટાફ ગણે ખુબજ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આભાર સહ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી.