#MURDER : જૈન તિર્થ શંખેશ્વરમાં સિક્યુરિટી ગાર્ડ પર અજાણ્યા શખ્સે તીક્ષણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી..

પોલીસે અજાણ્યા હત્યારાને ઝડપી લેવા ડોગ સ્કોડ સહિતના એકસપટૅ ની મદદ સાથે ચક્રોગતિમાન કર્યા.

પાટણ જિલ્લાના પ્રસિદ્ધ જૈન યાત્રાધામ શંખેશ્વરમાં શુક્રવારના રોજ એક યુવકની અજાણ્યા શખ્સે તિક્ષણ હથીયાર વડે હુમલો કરી હત્યા નિપજાવાતા ચકચાર મચી જવા પામી છે.
બનાવની મળતી હકીકત મુજબ શંખેશ્વર માં સિક્યુરિટીમાં ફરજ બજાવતા યુવક પર અજાણ્યા શખ્સે તીક્ષણ હથિયારો વડે હુમલો કરી હત્યાને અંજામ આપ્યો હતો બનાવની જાણ પોલીસને થતાં તેઓએ અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. હત્યા પાછલનું કારણ હજી જાણી શકાયું નથી.


પાટણ જીલ્લાના સુપ્રસિદ્ધ જૈન યાત્રાધામ શંખેશ્વર ખાતે રહેતા અને જીવણદાસ ગોડીદાસની પેઢીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા અને શંખેશ્વર ખાતે રહેતા સમરતદાન મોજદાન ગઢવી જેવો શંખેશ્વર પંચાયત પાસે નિકળતાં અજાણ્યા ઈસમ દ્વારા કોઈ કારણસર તીક્ષણ હથીયાર વડે ઘા કરતાં યુવકનુ ધટના સ્થળે જ મોત નીપજ્યું હતું.


આ અંગેની જાણ તેઓના કુટુંબીજનો અને લોકોને થતાં શંખેશ્વર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લવાયા હતા અને પોલીસને આ ઘટના ની જાણ થતાં પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. સમરતદાનને શંખેશ્વર સામુહિક આરોગ્ય કેન્દ્રના હાજર ડોક્ટરે તપાસ કરી મૃત જાહેર કર્યા હતા. પોલીસ દ્વારા હત્યા કરી ફરાર થયેલા અજાણ્યા ઈસમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. એફએસએલ અને ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.