#PATAN : મીઠીવાવડી શાળામા ઉનાળાની કાળઝાળ ગરમીમાં વૃક્ષો બચાવવાની સાથે પાણી નો બગાડ અટકાવતો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો..

શાળાના આ નવતર પ્રયાસ ને અન્ય શાળાઓમાં અમલી બનાવવા આશરો સંસ્થા એ બીડું ઝડપ્યું..

પાટણની અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી સેવાકીય સંસ્થા આશરો દ્વારા ચાલતું સેવા પરમો ધર્મ નાં કાયૅ માં એક પિછુ ઉમેરવાનો નવતર પ્રયાસ શુક્રવારના રોજ મિઠીવાવડી સ્કૂલ ખાતેથી કરવામાં આવ્યો હોવાનું સંસ્થાના પ્રમુખ રોહિત પટેલે જણાવ્યું હતું.
આશરો સંસ્થા દ્વારા મિઠીવાવડી સ્કુલની મુલાકાત દરમિયાન ઉનાળાની કાળઝાળ ગરમી અને હિટ વેવથી પશુ પંખી તથા વૃક્ષોની સ્થિતિ કફોડી સ્થિતિ ને ધ્યાનમાં રાખીને વૃક્ષોને સિંચાઇ માટેનું પાણી ઉપલબ્ધ થઈ રહે એવાં ઉમદા વિચાર સાથે શાળાના આચાર્ય તથા ગામના આગેવાન મુકેશભાઈ પ્રજાપતિ દ્વારા શાળા નાં બાળકો પાસે જૂની વેસ્ટ પાણીની આશરે 300 ઉપરાંત પાણીની બોટલો એકત્ર કરાવી ને શાળામાં બોટલ બેંક બનાવી છે.આ તમામ બોટલોમાં નાનું કાણું પાડી સૂતળી પસાર કરવામાં આવે છે.

આ બોટલને નાના છોડની બાજુમાં લટકાવી એક લીટર પાણી આશરે ચાર દિવસ સુધી છોડને મૂળમાં સતત મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.આના કારણે છોડને જરૂરિયાત મુજબનું પાણી મળવા ઉપરાંત પાણીની બચત પણ થશે.શાળાના બાળકોને દરેક છોડની બાજુમા પાણી ભરાવાની જવાબદારી સોંપવામાં આવેલ છે.

અત્યારે તો ગ્રામજનો એ શાળાના બાળકોના આ નવતર પ્રયોગ ને આશરો સંસ્થા એ ખૂબજ સરાહનીય લેખાવી શાળાના આ પ્રોજેક્ટ ની અન્ય શાળા માં અમલવારી કરાવવા આશરો સંસ્થા એ બીડું ઝડપ્યું છે. આશરો સંસ્થા ની શાળા મુલાકાતમા સંસ્થાના પ્રમુખ રોહિતભાઈ પટેલ, અમિતભાઈ અને ગામના વતની જીતુભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.