#PATAN : ફોટોગ્રાફર એસોસિએશન ની જનરલ બેઠક મળી..

એસોસિએશન દ્વારા ફોટોગ્રાફરના માર્ગ અકસ્માતની ગૃપ વીમા પોલિસી તેમજ સાંસ્કૃતિક પ્રવાસ બાબતે વિચાર વિમર્શ કરાયો..

પાટણ ફોટોગ્રાફર એસોસીએશનની જનરલ બેઠક શુક્રવારની સાંજે પાટણ ખાતે મળી હતી. જે બેઠકમાં પાટણ ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ, મંત્રી સહિત નાં સભ્યો દ્વારા ફોટોગ્રાફર ને લગતાં પ્રશ્નોની રજૂઆત કરી તેના અમલ માટે દરેક સભ્યો ને અપીલ કરી હતી.


પાટણ ફોટોગ્રાફર એસોસિએશનની મળેલી બેઠકમાં ફોટોગ્રાફર પરિવારને મદદરૂપ બની શકાય તેવા શુભ હેતુ સાથે દરેક ફોટોગ્રાફરની ગૃપ એકસીડન્ટ પોલીસી એસોસિએશન દ્વારા લેવી તેમજ આગામી દિવસોમાં ફોટોગ્રાફર એસોસિએશન નાં પરિવાર નો સ્નેહ મિલન સમારોહ બાબતે વિચાર વિમર્શ સાથે આધુનિક ટેકનોલોજી નાં સમય ફોટોગ્રાફી ક્ષેત્રે આવેલ બદલાવ બાબતે માગદશૅન પુરૂ પાડવામાં આવ્યું હતું.

પાટણ શહેર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા મળેલી ફોટોગ્રાફર એસોસીએશનની આ મહત્વની બેઠકમાં એસોસિએશનના પ્રમુખ પ્રવિણભાઇ પ્રજાપતિ, ઉપપ્રમુખ ધમેન્દ્ર પટેલ,મંત્રી કીર્તિ મોદી,સહમંત્રી અંકુર પટેલ,, ખજાનચી હિમાંશુ પ્રજાપતિ,સહિતના કારોબારી સભ્યો હિતેશ પટેલ (બાબો),જતિન પ્રજાપતિ, પિયુષ પટેલ,હિતેશ પટેલ,સંજય રાવત અને પ્રોજેક્ટ ચેરમેન નિતિન પટેલ સહિતના એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં એસોસિયેશનના તમામ સભ્યોએ સમુહ માં સ્વરૂચિ ભોજન લઇ બેઠકને યાદગાર બનાવી હતી.