#PATAN_CITY : સુભાષ ચોક નજીક ટેકસી-મેકસી એસો. દ્વારા દાતા પરિવાર નાં સહિયોગ થી ઠંડા પાણીની પરબ કાયૅરત કરવામાં આવી..

ઉનાળાની બળબળતી ગરમી ને ધ્યાનમાં રાખીને વટેમાર્ગુ સહિત લોકો ને ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ બની રહે તેવાં ઉદ્દેશ થી શનિવારના રોજ સવારે 10-00 કલાકે શહેરનાં સુભાષચોક નજીક પાટણ ટેકસી-મેકસી એસોસિએશન દ્વારા દાતા પરિવાર વાધેલા વાસુજી બળદેવજી નાં સહયોગથી ઠંડા પાણી ની પરબ નું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.


ટેકસી-મેકસી એસોસિએશનના દ્વારા દાતા પરિવાર દ્વારા કાયૅરત કરવામાં આવેલ આ ઠંડા પાણીની પરબ નાં શુભારંભ પ્રસંગે પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મનોજ પટેલ, પાટણ નગરપાલિકાના સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલ સિંહ રાજપૂત,૧૦૮ પાયલોટ ગુલાબખાન બલોચ સહિતના પ્રબુધ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા અને એસોસિએશન ની દાતા પરિવાર ના સહિયોગ થી કરવામાં આવતી સેવા પ્રવૃતિ ને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.