#PATAN : ગુજરાતમાં 57 જેટલા આઇપીએસ અધિકારીઓને બદલી કરાઈ…

20 જેટલા આઇપીએસ અધિકારીઓને બઢતી સાથે બદલીના ઓર્ડર કરાયા..

પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા ની બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરીકે નિયુક્તિ..

જિલ્લા પોલીસ વડાને પોલીસ સ્ટાફ સહિત પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો એ મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી..

પાટણ તા.2
ગુજરાત રાજ્યમાં 57 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાંથી 20 જેટલા અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.તો પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ની બનાસકાંઠા જિલ્લા પોલીસવડા તરીકે બદલી કરવામાં આવી છે તેમની જગ્યાએ નવા જિલ્લા પોલીસવડા તરીકે અમદાવાદ સીટી ઝોન -2 ના ડીસીપી તરીકે ફરજ બજાવતા વિજયભાઈ પટેલની વરણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે સમગ્ર જિલ્લામાં પ્રશંસનીય કામગીરી બજાવી પોલીસ અને પ્રજા વચ્ચેના સેતુ રૂપ બનેલા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા ની બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરીકે બદલી થતા પાટણ જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે પોલીસ અધિકારીઓ સહિત પાટણનાં ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો એ મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
જિલ્લા પોલીસવડા એ પણ સમગ્ર સ્ટાફ પરિવાર સહિત પાટણનાં ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો નાં મળેલ સાથ સહકાર બદલ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.