#PATAN : ભક્તિ સભર માહોલમાં ચૈત્રી નવરાત્રી સહિત માનતાના ગરબા નો પ્રારંભ કરવામાં આવ્યો..

શહેરની મિનળપાકૅ સોસાયટી માં સ્વામી પરિવારજનો દ્વારા પુત્ર પ્રાપ્તિ ની ખુશી માં એક માસના ગરબા કાઢવામાં આવ્યા…

ધર્મપરાયણ પાટણ નગરમાં આદ્યશકિત માઁ જગદંબાની ચૈત્રી નવરાત્રિનો ભકિતસભર માહોલમાં પ્રારંભ થયો છે. ખાસ કરીને ચૈત્રી નવરાત્રિમાં આદ્યશકિતની આરાધના અને ઉપાસનાની સાથે સાથે નવરાત્રિના બાધામાનતાના ગરબાની પણ ધાર્મિકવિધીના કાર્યક્રમો યોજાતા હોય છે જે અંતર્ગત પાટણ ટેલીફોન એક્સ્ચેજ રોડ પર આવેલ મીનળપાર્ક સોસાયટી ખાતે સ્વામી પરિવાર દ્વારા પુત્રજન્મની ખુશીમાં પૂર્ણમાસના ચૈત્રી નવરાત્રિના ગરબાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પ્રથમ દિવસે પુત્રજન્મની ખુશીમાં શરુ કરાયેલ બાધામાનતાના ગરબાનું પરિવારની મહિલાઓ દ્વારા પૂજનવિધી કરી ગરબાનું સ્થાપન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ મહિલાઓએ મૈયાના પાંચ ગરબા ગાઇ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ કર્યો હતો. નોંધનીય છે કે ચૈત્રી નવરાત્રિમાં ઉપાસકો દ્વારા મૈયાની ઉપાસનાની સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં મૈયાના બાધામાનતાના ગરબાની રંગત જામશે.