#PATAN : કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના મુદ્દે આયોજિત વિરોધ પ્રદર્શિત કાર્યક્રમ દરમિયાન કોગ્રેસ ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ચકમક ઝરી..

મામલો ઉગ્ર બનતા ધારાસભ્યે જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પહોંચી પોલીસ ની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા..

ત્રણ દિવસમાં પાટણ જિલ્લા માં દારૂ,જુગાર અને બે નંબર ના ધંધા બંધ નહીં થાય તો જનતા રેડ ની ધારાસભ્ય ડો.કિરીટ પટેલની ચિમકી..

ભારતીય જનતા પાર્ટી ની સરકાર માં દિવસે દિવસે દેશમાં વધતી જતી મોંઘવારી ને લઈને આમ પ્રજા ને પોતાના પરિવાર જનો નું જીવન નિવૉહ ચલાવવું દોહ્યુ બન્યું છે ત્યારે મોંધવારી નાં મામલે કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે શનિવારે પાટણ કોંગ્રેસ સમિતિ દ્વારા મોંધવારીના વિરોધ માં શહેરનાં સિધ્ધપુર ચાર રસ્તા નજીક ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં પાટણના ધારાસભ્ય પણ જોડાયા હતા.


મોંધવારીના વિરોધ માં આયોજિત આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા કોગ્રેસ પ્રમુખ ની પોલીસે અટકાયત કરતા મામલો ગરમાયો હતો. પોલિસ અને કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને પાટણ ધારાસભ્ય ડો.કિરીટ પટેલ અને કોંગ્રેસના કાર્યકરોએ હાયરે પોલીસ હાય હાય ના સૂત્રોચ્ચાર કરી એસ પી ઓફિસ ખાતે આવી ગેટ પાસે બેસી ગયા હતા જોકે જિલ્લા પોલીસ વડા દ્વારા મામલો થાળે પાડવામા આવ્યો હતો.


ભાજપ સરકાર માં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ ડીઝલના વધતા ભાવોના કારણે મોંઘવારીએ માઝા મૂકી છે તો બીજી તરફ ગેસના બોટલના ભાવોમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે. મોંઘવારીના કારણે માધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે પરંતુ કેન્દ્ર સરકાર મોંઘવારી ઉપર અંકુશ મુકવામાં નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સાથે શનિવારે પાટણ કોંગ્રેસ સમિતિ, દ્વારા સિધ્ધપુર ચાર રસ્તા નજીક વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોંઘવારી વિરોધ સુત્રોચ્ચાર અને રામધૂન બોલાવવામાં આવ્યા હતા. જો કે વિરોધ નોંધાવી રહેલ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. જોકે કાર્યક્રમ બાદ પત્રકારો સાથે ચર્ચા કરતા હતા ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ની પોલીસ દ્વારા અટકાયત કરી લઈ જતા ધારાસભ્ય ડો.કિરીટ પટેલ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો ગરમાયો હતો અને મામલો એસ પી કચેરી પહોંચ્યો હતો


પાટણ ધારસભ્ય ડો.કિરીટ પટેલએ ચેતવણી આપી જણાવ્યું હતું કે બે ત્રણ દિવસ માં પાટણ જિલ્લામાં દારૂ,જુગાર બે નંબર ના ધંધા બંધ નહીં થાય તો જનતા રેડ ની ચોમકી ઉચ્ચારી હતી. આ વિરોધ પ્રદર્શનમાં પાટણ ધારાસભ્ય ડો.કિરીટ પટેલ ,શહેર પ્રમુખ ભરત ભાટિયા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલ,ભરત ઠાકોર,સહિત કોગ્રેસના કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. જોકે પોલીસ અને પાટણ ધારાસભ્ય સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો સાથે નાં ગરમાયેલા મામલે જિલ્લા પોલીસ વડા એ મધ્યસ્થી દ્વારા મામલો થાળે પાડ્યો હતો.