#PATAN : નોરતા ગામે મહાદેવજીના સાનિધ્યમાં તાલુકા ભાજપ ની ટિફીન બેઠક યોજાઇ..

પાટણ તાલુકાના નોરતા ગામે આવેલ મહાદેવના મંદિરમાં પાટણ તાલુકા ભાજપ દ્વારા શનિવારે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટિફીન બેઠક કાર્યક્રમમાં પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ,અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ પરમાર,તાલુકા ભાજપ મહામંત્રી જલુજી ઠાકોર,મહામંત્રી હરિભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


તાલુકા ભાજપ મહામંત્રી જલુજી ઠાકોરે જે પણ ગામની પેજ સમિતિ બનાવવાની બાકી હોય એમને તાત્કાલિક પેજ સમિતિ તૈયાર કરીને કાર્યાલય ખાતે જમા કરાવવા જણાવ્યું હતું.તો તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલે પણ પાર્ટી ના તમામ કાર્યક્રમોમાં અપેક્ષિત સભ્યોએ ફરજિયાત હાજર રહે તેવું આહવાન કર્યું હતું.


કાર્યક્રમમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ ચેહુજી ઠાકોર,યુવા મોરચાના પ્રમુખ વિરલ પટેલ,સામાજિક ન્યાય સમિતિ ચેરમેન નરેશ પરમાર સહિત જિલ્લા અને તાલુકા ડેલીકટ મોરચાના હોદેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી ટિફિન બેઠકમાં જોડાય સાથે ભોજન લીધું હતું.