#PATAN : મંદિરોમાં ચૈત્રી નવરાત્રી નો ભક્તિ સભર માહોલમાં પ્રારંભ…

ચૈત્ર નવરાત્રી નિમિતે માતાજી ને રંગબેરંગી ફૂલોની આગી કરાઈ…

માતાજી ની આરતી અને દર્શન નો ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી.

પાટણ જિલ્લાના મંદિરો માં ચૈત્ર નવરાત્રી નો પ્રારંભ થયો હતો સવાર થીજ ભાવિક ભક્તો માતાજી ના દર્શન પૂજન અને આરતી નો લાભ લીધો હતો.
આજે ચૈત્ર સુદ એકમના રોજ હિન્દુ નવ વિક્રમ સંવત 2078 અને ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થતા જ પાટણના નગરદેવી કાલિકા માતાજી મંદિર માતાજી ને રંગબેરંગી ફૂલો ની નયનરમ્ય આગી કરાઈ હતી,માતાજી ને સિંહ ની સાવરી કરતી આગી કરાઈ હતી.પરિસર માં મહાકાળી યજ્ઞ યોજાયો હતો.

મંદિર માતાજી ને સવાર ની આરતી કરાઈ હતી જેના દર્શન નો લાભભવિક ભક્તોએ લીધો હતો .શહેર ના માર્કેટયાડ માં આવેલ મહાલક્ષ્મી માતાજી ના મંદિરે માતાજીના માર્કેટયાડ ના વેપારીઓ દર્શન કરી ધન્યતા અનુભવી હતી .આમ સવાર થીજ મંદિરો માં દર્શન પૂજન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા.