#SARASWATI : તાલુકાના કાલોધી ગામે રેલવે ટ્રેક નીચે અગમ્ય કારણોસર મહિલા કપાઈ..

સરસ્વતી પોલીસે ધટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી..

મૃતક કાકરેજ તાલુકા નાં રાનેર ગામની હોવાનું અનુમાન..

પાટણ જિલ્લા નાં સરસ્વતી તાલુકાના કાલોધી ગામ પાસે થી પસાર થતી રેલ્વે નીચે કોઈ સ્ત્રી અગમ્ય કારણોસર કપાઈ ને મોત ને ભેટી હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે જોકે આ બાબતે સરસ્વતી પોલીસે ધટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાલોધી ગામનાં રેલ્વે નાળા ઉપર થી પસાર થતી રેલ્વે નીચે શનિવારના રોજ કોઈ અજાણી મહિલા અગમ્ય કારણોસર રેલવેના પાટા નીચે આવી જતાં તેનું ધટના સ્થળે જ કરુણ મોત નીપજયું હતુ.મહિલા ના મોતનું કારણ જાણવા મળેલ નથી પરંતુ મૃતક મહિલા કાંકરેજ તાલુકાના રાનેર ગામની હોવાનું જાણવા મળેલ છે આ બાબતે વધુ તપાસ સરસ્વતી તાલુકા પોલીસ ચલાવી રહી હોવાનું જાણવા મળ્યું છે.