#PATAN : નેશનલ ફૂટબોલ પ્લેયરના વહારે આવ્યું સદભાવના ગ્રુપ ટ્રસ્ટ..

નેશનલ પ્લેયર અલ્કા ઠાકોરને ફરી મેદાનમાં રમતી જોવી છે : હરેશ ચૌધરી..

માત્ર ફૂટબોલના ગ્રાઉન્ડ પર નહિ પણ કેટલીક જવાબદારીઓ ગ્રાઉન્ડની બહાર પણ નિભાવવી પડે છે…

સંસ્થા કે સરકારમાં મળેલ હોદ્દો એ પદ નહીં પણ એક જવાબદારી છે.

 
પાટણ તા.૩
પાટણ જિલ્લા માં અનેક રમતોમાં ખેલાડીઓ એ કાઠું કાઢ્યું છે ત્યારે પાટણ પંથકના નાનકડા એવા મહાદેવપુરા ગામની નેશનલ ફુટબોલ મહિલા ખેલાડીએ પણ પોતાની આગવી કુનેહથી રમત ગમત ક્ષેત્રે પાટણનું નામ રોશન કર્યું છે. ત્યારે આ નેશનલ ફુટબોલ મહિલા ખેલાડી ખેલના મેદાનમાં ઈજાગ્રસ્ત બનતાં તેને આર્થિક રીતે મદદરૂપ બની પુનઃ રમત ગમત નાં મેદાનમાં ઉતારવાની નેમ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નાં કારોબારી મેમ્બર અને પાલનપુર સદભાવના ગૃપ નાં ચેરમેન હરેશભાઈ ચૌધરીએ વ્યક્ત કરી છે.


બનાસકાંઠા જીલ્લા ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળતા અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નાં કારોબારી મેમ્બરની સાથે સાથે પાલનપુર ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી સદભાવના ગૃપ નાં સેવાભાવી ચેરમેન હરેશભાઈ ચૌધરી એ પોતાના જિલ્લા ના ખેલાડી ની સાથે સાથે પાટણ જિલ્લા નાં ખેલાડીઓને હંમેશા પ્રોત્સાહિત કરી રહ્યા છે. ત્યારે પાટણ જીલ્લાના નાનકડા મહાદેવપુરા ગામની ઠાકોર સમાજની દીકરીઓએ કે જેમણે ફૂટબોલ કક્ષાએ રાજ્ય નહીં પણ દેશમાં ડંકો વગાડ્યો છે.

રૂઢીચુસ્ત એવા ઠાકોર સમાજ માંથી આવવું અને એમાય ફૂટબોલ જેવી કઢીન રમત રમી ગૌરવ પ્રાપ્ત કરવુ એ કોઈ નાની સરખી વાત નથી ત્યારે મહાદેવપૂરા ગામની નેશનલ ફૂટબોલ પ્લેયર અલ્કા ઠાકોર ફુટબોલ મેચ રમતા રમતા તેના પગનાં ભાગે ગંભીર ઈજાઓ સાથે તેનો પગ ચિરાઈ ગયેલ ત્યારે આ નેશનલ ખેલાડીને પ્રોત્સાહિત કરવા અને રમત ગમત નાં મેદાનમાં પુનઃ જોવા ની અદમ્ય ઈચ્છા શક્તિ સાથે યુનિવર્સિટી નાં કારોબારી સમિતી નાં સભ્ય હરેશભાઈ ચૌધરી અને સ્નેહલભાઈ પટેલે ખેલાડી નાં ધરે જઈને એને હિમ્મત આપતા કહેલું કે તું ચિંતા ન કર તને ફરીથી ફુટબોલના મેદાનમાં અમારે રમતી જોવી છે. તેમ જણાવી અલ્કાના ઓપરેશનના ખર્ચમાં મદદરૂપ થવા સદભાવના ગ્રુપ ટ્રસ્ટ પાલનપુર વતી રૂ. 25000/- નો ચેક અર્પણ કર્યો હતો. અને આ સિવાય ની પણ જે મદદ જોઇએ એની માટે પણ સંપૂર્ણ ખાતરી આપતા મહિલા ખેલાડી સહિત તેનાં પરિવારે બન્ને સેવાભાવી નો સહ હ્દય આભાર વ્યક્ત કર્યો હતો.