#PATAN : સખવાળા પરિવારનાં તમામ કુટુંબોની સમૂહ ઉજાણી શ્રી સિધવાઈ માતાજીના સાનિધ્યમાં કરવામાં આવી..

શહેરના શિશ બંગલોઝ ખાતે થી માતાજી ની શોભાયાત્રા ભક્તિ સંગીતના સુરો વચ્ચે પ્રસ્થાન પામી..

પાટણ તા.3
પાટણ ખાતે પરંપરાનુસાર વિવિધ સમાજની સમુહ ઉજાણી નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે રવિવારના રોજ પાટણ સ્થિત સખવાળા પરિવારનાં તમામ કુટુંબોની સમૂહ ઉજાણી નું આયોજન શ્રી સિધવાઈ માતાજીના મંદિર પરિસર ખાતે કરવામાં આવ્યું હતું.


પાટણ સખવાળા પરિવારના તમામ કુટુબોની સમૂહ ઉજાણી પ્રસંગે આયોજિત માતાજીની શોભાયાત્રા શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ શિશ બંગલોઝ ખાતે થી યજમાન પરિવાર શારદાબેન ભગવાનભાઈ રામચંદભાઈ પટેલ સમસ્ત પરિવાર દ્વારા ભક્તિ સંગીતના સુરો વચ્ચે પ્રસ્થાન પામી શહેરના રાજમહેલ રોડ પરથી પસાર થઈ શ્રી સિધવાઈ માતાજીના મંદિર પરિસર ખાતે સંપન્ન બની હતી. જ્યાં શોભાયાત્રા નું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમાજના આગેવાનો નો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. સમસ્ત સખવાળા પરિવારના તમામ કુટુબોએ માતાજી ની પુજા અર્ચના સાથે સમૂહ ભોજન પ્રસાદ ગ્રહણ કરી ઉજાણી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.