#HARIJ : પરિવાર ની જવાબદારી નિભાવવાની સાથે સાથે GSET ની પરિક્ષા પાસ કરતી હારીજની યુવતી..

પાટણ તા.૩
હારિજ ખાતે સરકારી કોલેજમાં વ્યાખ્યાતા સહાયક તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રભાઈ મકવાણાના ધર્મપત્ની મમતાબેન ડાભીએ પરિવારની જવાબદારી નિભાવવાની સાથે સાથે ગુજરાતી વિષયમાં GSETની તૈયારી કરી પરીક્ષા પાસ કરી પરિવાર ને ગૌરવ અપાવ્યું છે. તાજેતરમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે (GSET) ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં 28905 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી જુદા જુદા વિષયોમાં 2108 વિધાર્થીઓ પાસ થયા હતા અને 7.29 % પરિણામ આવ્યું હતું. યુજીસીના નિયમ મુજબ કોલેજમાં ભણાવવા માટે આ પરીક્ષા ઉત્તીર્ણ કરવી જરૂરી હોય છે ત્યારે હારીજની દરજી સોસાયટીમાં રહેતા અને હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં ગુજરાતી વિષયમાં પી. એચ ડી. સંશોધનકાર્ય કરતા મમતાબેન ડાભીએ ઘરકામની જવાબદારી નિભાવતા શિક્ષણને મહત્વ આપી અથાગ પ્રયત્ન કરીને ગુજરાતી વિષયમાં #GSET ની પરીક્ષા પાસ કરી છે. આ ઉપરાંત તેમણે કોપા, બી. એડ. અને એમ. ફિલ.નો અભ્યાસ પણ પૂર્ણ કરેલ છે. તેમની આ સિદ્ધિ માટે સોસાયટી અને સમાજમાં ગૌરવની લાગણી પ્રસરી છે.