#PATAN : ગણપતિની પોળનાં સિદ્ધિ વિનાયક મંદિરના સ્થાપના દિન નિમિત્તે ગણેશયાગ સહિત ધાર્મિક ઉત્સવો યોજાયા..

1217માં સ્થાપના દિન નિમિત્તે મંદિર પરીસર ખાતે શ્રીજીની મૂર્તિને વિશિષ્ટ ફુલોની આંગી કરાઈ…

પાટણ તા.3
પાટણ શહેરનાં હિંગળાચાચર ચોક વિસ્તારમાં આવેલી ગણપતિની પોળમાં બીરાજમાન વિઘ્નહર્તા સિદ્ધિ વિનાયક મંદિરના સ્થાપના દિન નિમિત્તે પાટોત્સવ અને ગણેશયાગ યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો રવીવાર નાં રોજ યોજવામાં આવ્યા હતા. ઐતિહાસિક પાટણ નગરનાં પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહે ચૈત્ર સુદ બીજ વિક્રમ સંવત 802 માં ગણપતિની પોળ ખાતે સિધ્ધી વિનાયક મંદિરની સ્થાપના કરી હતી. જ્યાં જમણી સુંઢવાળા ગણપતિની સાથે રિદ્ધિ સિદ્ધિ પણ બીરાજમાન છે. ત્યારે આ મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. ત્યારે રવિવારે મંદિરના 1217માં સ્થાપના દિન નિમિત્તે મંદિર પરીસર ખાતે શ્રીજીની મૂર્તિને વિશિષ્ટ ફુલોની આંગીથી શણગારવામાં આવ્યા હતા.


આ પ્રસંગે ગણેશયાગ યજ્ઞ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં યજમાન મીનિશાબેન પૂર્વેશભાઈ શાહ તેમજ પરીવારજનોએ બીરાજમાન થઈ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજાવિધી કરી હતી. આ પ્રસંગે સિદ્ધિ વિનાયક દાદા સમક્ષ 108 લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિર શીખર પર ધ્વજારોહણની વિધી પણ કરવામાં આવી હતી. ત્યારે સિદ્ધિ વિનાયક મંદિરના સ્થાપના દિનને લઈ મંદિર ખાતે ભાવિક ભકતોએ શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.