1 કેસ ઘણોઘરડા અને 2 કેસ ચાણસ્મા શહેરમાં નોંધાયા..
પાટણ તા.3
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના છેલ્લા 16 દિવસથી એક પણ કેસ નોંધાયો નથી. ત્યારે રવિવારે ચાણસ્મા તાલુકામાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે હોવાનું આરોગ્ય વિભાગ નાં સુત્રોએ જણાવ્યું હતું.

પાટણ જિલ્લામાં છેલ્લા 16 દિવસથી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. ત્યારે રવિવારે ફરી ચાણસ્મા તાલુકામાં 3 કોરોના કેસ નોંધાયા છે. જેમાં 1 કેસ ઘણોઘરડા અને 2 કેસ ચાણસ્મા શહેરના કોટવડિયામાં એમ કુલ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. તો 620 લોકોના કોરોના ટેસ્ટ લેવાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું..