#SIDDHPUR : તાલુકાના સંડેસરી ગામની રાવળ પરિવાર ની દિકરીએ બીએસએફ ની ટ્રેનિંગ પૂર્ણ કરી ગામને ગૌરવ અપાવ્યું…

ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરેલ ફરેલ દિકરીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું..

પાટણ જિલ્લાના સંડેસરી ગામના રાવળની દિકરી એ બીએસ એફની ટ્રેનિંગ પૂર્ણ કરી ગામને ગૌરવ અપાવ્યું છે ત્યારે ગતરોજ દિકરી ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા પરિવાર સહિત ગ્રામજનોએ તેણી નું ઉષ્માભર્યું સ્વાગત કરી શુભેચ્છાઓ ની વષૉ વરસાવી હતી.


પાટણ જિલ્લાના સંડેસરી ગામના બાલુબેન દાનાભાઈ ની સુપુત્રી હેતલબેન દેશ ની રક્ષા કાજે બીએસએફ માં જોડાઈ હતી અને પંજાબ માંથી બીએસએફ ટ્રેનિંગ પૂર્ણ કરી ગામને ગૌરવ અપાવ્યું હોય તેણી ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવતાં દીકરીનુ સંડેસરી ગામના વતની અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા અને તેમના પતિ વિજયભાઈ મકવાણાએ સાલ અને બુકે થી સન્માન કર્યું હતું તો તેના માતા પિતા ને પણ સન્માનિત કરી પોતાની દિકરી ને દેશ સેવા માટે પ્રોત્સાહિત કરવાં બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.


સમસ્ત ગ્રામજનો દ્વારા પણ દિકરી હેતલ ને ઉમળકાથી વધાવી ભવ્ય સ્વાગત સન્માન કરી આવકારવા માં આવી હતી. પાટણ જિલ્લાના સંડેસરી ગામની દિકરીની પ્રેરણાથી પાટણ જિલ્લા ની તેમજ ગામ ની અનેક દિકરીઓ પણ પ્રોત્સાહિત બની દેશની રક્ષા કાજે બીએસએફ માં જોડાવા આગળ આવે તેવુ પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાએ જણાવ્યું હતું તો સડેસરી ગામ ની દીકરી એ સ્ત્રી સશક્તિકરણનુ ઉતમ ઉદાહરણ પુરું પાડ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.