#PATAN_CITY : ભારત વિકાસ પરિષદ પાટણ શાખા ની વષૅ 2022-23 ની કારોબારી સવૉનુમતે વરણી કરવામાં આવી..

પ્રમુખ તરીકે પુનઃ પારસ ખમાર અને મંત્રી તરીકે જિતેન્દ્ર ઓતિયા ને જવાબદારી સોંપવામાં આવી..

સ્વદેશી વસ્તુઓ ખરીદી દેશને આર્થિક રીતે સહિયોગી બનવા સાથે આત્મ નિર્ભર બનવા મહાનુભાવો ની અપીલ..

સંપર્ક,સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણની ભાવના સાથે પાટણ શહેરમાં અને જિલ્લામાં અનેકવિધ સેવાકીય પ્રવ્રૂતિ કરતી ભારત વિકાસ પરિષદ શાખા પાટણની વર્ષ 2022-23 માટેની કારોબારી બેઠક રવિવારના રોજ પાટણ શહેરના સાકાર પાર્ટી પ્લોટ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.જે જે વોરા, પાટણ જૈન જાગૃતિ સેન્ટર ના પ્રમુખ મેહુલ દેવદત જૈન, પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશના પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે મળી હતી.


ભારત વિકાસ પરિષદ પાટણ શાખાની વર્ષ 2022-23 ની મળેલી કારોબારીમાં ઉપસ્થિત મહાનુભાવોએ ભારત વિકાસ પરિષદ શાખા પાટણના તમામ સભ્યોને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે અપીલ કરી દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા આહવાન કર્યું હતું. તો સાથે સાથે આત્મનિર્ભરતા ની વાત ઉપર ભાર મૂક્યો હતો અને ભારત વિકાસ પરિષદ શાખા પાટણની સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણની ભાવના સાથે કરાતી પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને વર્ષ 22-23 માં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે પરિવારની ભાવનાને વધુ દ્રઢ બનાવવા શુભેચ્છાઓ પાઠવી હતી.


ભારત વિકાસ પરિષદ શાખા પાટણની વર્ષ 2022-23 ની મળેલી કારોબારીની બેઠકમાં પ્રમુખ તરીકે પુનઃ પારસભાઈ એન ખમાર, મંત્રી જીતેન્દ્રભાઈ બી.ઓતિયા, ખજાનચી દિનેશભાઈ પટેલ, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ પ્રજાપતિ, મહેશભાઈ દલવાડી, દિલીપભાઈ પટેલ, સહમંત્રી ભરતભાઈ પટેલ, વિમલભાઈ ખમાર, નારણભાઈ પટેલ, મહિલા સંયોજિકા મમતાબેન પી ખમાર, સહ સંયોજિકા જાગૃતીબેન પ્રજાપતિ, રમીલાબેન પટેલ, પ્રચાર-પ્રસાર દિલીપભાઈ પટેલ, ગુરુ વંદન છાત્ર અભિનંદન સંયોજક કમલેશભાઈ સ્વામી, ભારત કો જાનો સંયોજક આશુતોષ પાઠક, હેલ્થ એન્ડ આઈ કેર સંયોજક અંબરનાથ મોદી, પરિવાર ગોષ્ઠિ કાર્યક્રમ સંયોજક સુનિલ સોની, શરદપૂર્ણિમા કાર્યક્રમ સંયોજક વિનોદભાઈ સુથાર, પર્યાવરણ અને કાયમી પ્રકલ્પ સંયોજક શાંતિભાઈ પટેલ, વનવાસી કલ્યાણ પ્રકલ્પ સંયોજક ભાર્ગવભાઈ પટેલ, યુવા પ્રવૃત્તિ સંયોજક આશિષભાઈ પટેલ, અભ્યાસ વર્ગ સંયોજક સુનિલભાઈ ડી પટેલ, દિવ્યાંગ પ્રકલ્પ સંયોજક લાધુભાઈ રથવી, ગામ વસ્તી વિકાસ પ્રકલ્પ સંયોજક કેયુર જાની, પાટણ શાખાના ટ્રસ્ટી ભાનુભાઈ સોની, કે સી પટેલ, પી જી પટેલ, અશ્વિનભાઈ પારેખ, શાંતિભાઈ સ્વામી, પાટણ શાખાના કાયમી આમંત્રિત સભ્ય હેમંતભાઈ તન્ના, રાજેશભાઈ પરીખ, જીતેન્દ્રભાઈ પટેલ, પાટણ શાખાના ગુજરાત ઉત્તર ભારતના પદાધિકારીઓ મહામંત્રી હેમંત કાંટાવાલા, ખજાનચી દિનેશભાઈ પટેલ, પાટણ જિલ્લા વિભાગીય મંત્રી અજયભાઈ પરીખ, જે વી પટેલ, મહેસાણા જિલ્લા વિભાગીય મંત્રી અશ્વિનભાઈ જોશી, સંસ્કાર પ્રકલ્પ સંયોજક પૂર્ણિમાબેન મોદી, મહિલા સહ સંયોજિકા મમતાબેન ખમાર, ભારત કો જાનો પ્રકલ્પ સંયોજક પારસ ખમાર, પર્યાવરણ પ્રકલ્પ સંયોજક ડો.શૈલેષ સોમપુરા, અભ્યાસ વર્ગ સંયોજક દિનેશભાઈ પ્રજાપતિ, ઉત્તર પ્રાંતના આમંત્રિત સભ્ય વિજયભાઈ પટેલ અને ઉત્તર પ્રાંતના ટ્રસ્ટી તરીકે અશ્વિનભાઈ પારેખની સર્વાનુમતે વરણી કરવામાં આવતા વર્ષ 2022-23 ની નવીન કારોબારી કમીટી ને ઉપસ્થિત સૌએ અભિનંદન સાથે વધાવી લઈને શુભેચ્છાઓ પાઠવી હતી..