#PATAN_CITY : ઝિણીરેત વિસ્તારના માગૅ પર છેલ્લા વીસ દિવસ થી સ્ટ્રોમ વોટર ગટરનું ઢાંકણું તુટેલું છતાં સતાધીશો કુંભ કણૅની નિંદ્રા માં..

આ માગૅ નું તુટેલું ઢાંકણું તાત્કાલિક બદલી વિસ્તારમાં સફાઈ કામગીરી સાથે પાણીનો છંટકાવ કરવા માંગ..

પાટણ નગરપાલિકા ના ટેન્ડર ભરતા કોન્ટ્રાક્ટરોને નગરપાલિકાના ચેરમેનો, પ્રમુખ, ચીફઓફિસર કે સત્તાધારી પક્ષના કોર્પોરેટરો ભ્રષ્ટાચારની કામગીરી હોવા છતાંય બચાવી રહ્યા હોવાનો આક્ષેપ વિપક્ષના કોપોરેટર ભરત ભાટીયા દ્વારા કરવામાં આવ્યો છે.
તેઓએ સતાધારી નગરપાલિકા સામે ભષ્ટ્રાચાર નાં આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે પાટણ શહેરના ઝીણીરેત વિસ્તારમાં તાજેતરમાં જ નવીન સ્ટ્રોમ વોટરલાઇન નાખવામાં આવી છે અને આ કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. પરંતુ હલકી ગુણવત્તાની કરવામાં આવેલ કામગીરીના હિસાબે ઝીણીરેત વિસ્તારમાં આવેલ મીઠાઈ ની દુકાન ની બાજુનાં મુખ્ય માર્ગો પર સ્ટ્રોમ વોટર લાઇન નું ઢાંકણું છેલ્લા 20 દિવસ થી વધારે સમય થી તૂટી ગયેલ છે તેમજ મીરા દરવાજા ભૂગર્ભ પંપીંગ સ્ટેશન પાસે વોટર વર્કસની વાલ્વ ની કુંડી છેલ્લા ઘણા સમયથી ખુલ્લી પડી છે. પાટણ શહેર માં તારીખ 6 એપ્રિલ 2019 ના રોજ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ પદ્મનાથ ભગવાનની શોભાયાત્રા આ રોડ ઉપર થી પ્રસ્થાન થવાની છે ત્યારે આ કુંડીઓ ઉપર ઢાંકણા ના હોવાથી કોઈપણ મોટો અકસ્માત થઈ શકે તેમ છે ત્યારે પાલિકાના સત્તાધીશો દ્વારા ઝિણીરેત વિસ્તારમાં મીઠાઈ ની દુકાન પાસે નાં માગૅ પરની તૂટી ગયેલ કુડીનુ ઢાંકણું તાત્કાલિક બદલી વિસ્તારમાં સફાઈ કામગીરી સાથે પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ સાથે આ વોર્ડ નંબર 8 ના ભાજપના શક્તિ કેન્દ્ર ના પ્રમુખ અને પાટણ પ્રજાપતિ સમાજ નાં પણ પ્રમુખ દ્વારા પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કામગીરી થઈ નથી તે બાબતે તેઓએ દુઃખ વ્યક્ત કરી તાત્કાલિક ધોરણે ઉપરોક્ત કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે.