#PATAN_CITY : હિન્દુ અને મુસ્લિમ ના ધાર્મિક તહેવારો ને ધ્યાન માં રાખી ને પાલિકા તંત્ર દ્વારા પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા રજૂઆત કરાઈ..

વિપક્ષના કોર્પોરેટર ભરત ભાટીયા દ્વારા પાલિકા પ્રમુખ અને વોટર વર્કસ શાખાના ચેરમેનને લેખિત રજૂઆત કરવામાં આવી..

હિન્દુઓના પવિત્ર તહેવાર ચૈત્ર માસ અને મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર રમજાન માસ માં પાણીની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ પાટણ નગરપાલિકાના વિપક્ષના કોપોરૈટર ભરત ભાટીયા દ્વારા લેખિતમાં રજૂઆત નગર પાલિકાના પ્રમુખ અને વોટર વર્કસ શાખા ના ચેરમેન ને કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.


ભરત ભાટિયાએ પાલિકા પ્રમુખ અને વોટર વર્કસ શાખા ના ચેરમેન ને ઉદ્દેશીને લેખિતમાં કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, હાલ હિન્દુ ધર્મ નો પવિત્ર તહેવાર ચૈત્ર માસ તેમજ મુસ્લિમ ધર્મ નો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. આ બંને તહેવારોમાં પાણી ની પૂજા કરવા માટે તેમજ વજ્ર કરવા માટે જરૂર પડે છે ત્યારે બંને ધર્મના તહેવારો માં પાણી ની સુચારુ વ્યવસ્થા પાટણ નગરપાલિકા તરફથી વર્ષોથી સવારે 3:00 કલાક ની આસપાસ પાણી આપવામાં આવે છે તે રીતે ચાલું વર્ષ પણ તેનો અમલ કરી પાણી સવારે 3.00 કલાકે આપવાનો નિર્ણય કરવામાં આવે તેવી રજૂઆત તેઓ દ્વારા કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.