#VISNAGAR : રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ દ્વારા વિસનગર તાલુકાના તેજસ્વી વિદ્યાર્થિઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વિસનગર દ્વારા પ્રથમ તેજસ્વી તારલા સન્માન સમારોહ સમગ્ર વિસનગર શહેર /તાલુકાના અનુસુચિત જાતિ સમાજ ના તેજસ્વી તારલા સન્માન સમારોહ કાયૅકમ નુ આયોજન કરેલ હતુ

અભ્યાસના વિવિધ ક્ષેત્રમાં પોતાની મહેનતથી જ્વલંત સફળતા મેળવનાર તમામ વિધાર્થીઓનુ સન્માન કરી અને બાબાસાહેબ નો ફોટો ફ્રેમ તથા સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતુ જેમા વિસનગર રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ ના તાલુકા પ્રમુખ ગીરીશભાઈ, વિજય ભાઈ રાવત, ગોવિંદભાઈ, અરવિંદભાઈ તેમજ સમગ્ર ટીમ દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું.

વિસનગર તાલુકાના સમગ્ર સમાજ ના પધારેલ મહાનુભાવો માં મહેસાણા જિલ્લા ના સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી અમીષાબેન પરમાર , ગણપત ભાઈ પરમાર(પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિસનગર) માં આમંત્રિણ મહેમાન તથા દાતાશ્રી ઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ RDAM ગુજરાત કો.ઓર્ડીનર સુબોધ કુમુદ દ્વારા વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય તેમજ ડૉ બાબા સાહેબ આંબેડકર ની વિચારધારા વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.


RDAM ઉત્તર ગુજરાત ઝોન પ્રભારી મનોજ પરમાર દ્વારા પણ ડૉ બાબા સાહેબ આંબેડકર, છત્રપતિ શિવાજી મહારાજ વિષે ઉદાહરણ સહિત વિસ્તૃતમા જાણકારી આપવામા આવી તેમજ દરેક વિદ્યાર્થિઓ એ સકારાત્મક વિચારો જીવન મા બહુજ જરૂરી છે તે પણ સમજાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ટીમ RDAM તરફથી એડવોકેટ સુબોધ કુમુદ પાટણથી RDAM ઉત્તર ગુજરાત ઝોન પ્રભારી વકીલ મનોજભાઇ પરમાર, મહેસાણા જિલ્લા RDAM પ્રમુખ રમુજી પરમાર અને દિપકભાઈ કસડીયા તથા ઊંઝા થી કનુભાઈ પણ ઉપસ્થિત રહેલ.