#PATAN_DOCTOR_STRIKE : ધારપુર મેડિકલ કોલેજની વિવિધ ફેકલ્ટીના 200 થી વધું તબીબો હડતાળ ઉપર ઉતર્યા..

સરકાર દ્વારા તેઓની માંગણી નો હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી..

પાટણ જિલ્લાના અને ધારપુર મેડિકલ કોલેજના તબીબો છેલ્લા ઘણા સમયથી પોતાની પડતર માગણીઓને લઈને કલેક્ટર અને રાજ્ય સરકાર સુધી અનેકવાર આવેદનપત્ર પણ આપવામાં આવ્યા છે. તેમ છતાં આજદિન સુધી એકપણ માંગણી સરકાર દ્વારા સંતોષવામાં આવી નથી. જેને લઈ સોમવારના રોજ પાટણ ધારપુર મેડિકલ હોસ્પિટલમાં તમામ સરકારી એમ.બી.બી.એસ ડોક્ટર અને ધારપુર મેડિકલ કોલેજના તમામ ફેકલ્ટીના તબીબો એક દિવસની હડતાળ પર ઉતર્યા હતા. આ બાબતે સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં નહિ આવે તો અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી પણ ડોક્ટર દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ગુજરાતની કેન્દ્ર સરકાર દ્વારા એનપી જાહેર કરવામાં આવે અને તેનો લાભ આપવામાં આવે,આરોગ્ય અને મેડિકલ કોલેજમાં સીનીયોરીટી પ્રમાણે બઠતી આપવામાં આવે.છેલ્લા બે વર્ષમાં કોરોના કાળ દરમિયાન થયેલ કામગીરીમાં ઘણા આરોગ્ય કર્મીઓને પગાર અપાયો નથી.તે બાબતે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવે તે બાબત સહિતની માંગણીઓ કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના 200થી વધારે એમ.બી.બી.એસ ડૉક્ટર અને ધારપુર મેડિકલ કોલેજની વિવિધ ફેકલ્ટીના તબીબો એક દિવસની હડતાળ ઉપર ઉતર્યા હોવાનું તેવું પાટણ તાલુકા આરોગ્ય અધિકારી ડો ગૌરાંગ પરમારે જણાવ્યું હતું.