#PATAN : જિલ્લા પોલીસ વડા તરીકે પ્રસંસનિય ફરજ બજાવી લોકો નો પ્રેમ સંપાદન કરનાર અક્ષયરાજ મકવાણા નો શુભેચ્છા સહ વિદાય સમારોહ યોજાયો..

પાટણ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા..

જિલ્લા પોલીસવડા તરીકે ની અક્ષયરાજ મકવાણા ની કામગીરી ને સૌએ સરાહનીય લેખાવી શુભેચ્છાઓ સાથે ભાવ ભર્યું વિદાયમાન અપાયું..

પાટણ તા.4
પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે પ્રસંસનિય ફરજ બજાવી બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે બદલી થતા અક્ષયરાજ મકવાણા નો પાટણ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સોમવારની પવિત્ર સંધ્યાએ જિલ્લા પોલીસ વડા ની કચેરી ખાતે શુભેચ્છા સહ વિદાય સન્માન સમારોહ કાયૅક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.


જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા નાં આયોજિત શુભેચ્છા સન્માન સમારોહ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુપ્રિતસિગ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, પોલીસ અધિકારીઓ, પાટણના જાણીતા આગેવાનો, તબીબો,વકિલો, રાજકીય આગેવાનો સહિત શહેરના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે 4-10-2019 ના રોજ ચાજૅ સંભાળ્યા બાદ અક્ષયરાજ મકવાણા એ પ્રજા વચ્ચેના સેતુ રૂપ બની અનેક ગુનાઓને ઉકેલવામાં જિલ્લા પોલીસને માર્ગદર્શન પુરૂ પાડી સમગ્ર જિલ્લામાં શાંતિ અને ભાઈચારાની મિસાલ ઉભી કરવાની કામગીરી પ્રસંસનિય રહી છે તો કોરોના ની વૈશ્વિક મહામારી નાં સમયમાં પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં લોકોને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં તેઓએ સારી એવી કામગીરી કરી પાટણ જિલ્લાના લોકો માં આગવી લોકચાહના પ્રાપ્ત કરી હોવાનું ઉપસ્થિત સૌ મહાનુભાવો એ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું.


કાયૅક્રમ ની શરૂઆત માં સ્વાગત પ્રવચન સિધ્ધપુર ડીવાયએસપી સોલંકી દ્વારા કરી સૌને આવકાર્યા હતા. કાયેક્રમ માં ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા જિલ્લા પોલીસ વડા તરીકે પાટણ જિલ્લામાં પ્રસંસનિય ફરજ બજાવનાર અક્ષયરાજ મકવાણા ને વિવિધ મોમેન્ટો આપી અભિવાદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી તો જિલ્લા પોલીસ પરિવાર વતી અક્ષયરાજ મકવાણા સહિત તેમના માતા પિતા અને ધમૅ પત્ની નું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.