#PATAN_CITY : રાજમહેલ રોડ ખાતે પાણીની પરબ ખુલ્લી મુકતા જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા..

રુહી ફાઉન્ડેશન દ્વારા પાણીની પરબ અને પક્ષીઓ માટે કુંડા અને માળાનું વિતરણ કરાયું..

પાટણ જિલ્લામાં સ્વૈચ્છિક સંસ્થાઓ સક્રિય પણે માનવસેવા અને પર્યાવરણના જતન માટે કામગીરી કરી રહી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રના સહયોગમાં અગાઉ પણ કોરોના કાળમાં વિવિધ સંસ્થાઓએ ખૂબ સારી કામગીરી કરી હતી જેને વહીવટી તંત્ર તથા પાટણના નગરજનો દ્વારા બિરદાવવામાં આવી હતી અને સ્વૈચ્છિક સંસ્થાઓએ જિલ્લા વહીવટીતંત્ર ના સંકલનમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત રહી હતી.


હાલમાં ઉનાળાના સમયમાં પાટણ નગરના રાહદારીઓ અને વિદ્યાર્થીઓ માટે પીવાના શુદ્ધ પાણીની તાતી જરૂરીયાત રહે છે ત્યારે રુહી ફાઉન્ડેશન પાટણ દ્વારા ડોક્ટર ચિરાગભાઈ અને તેમની ટીમે તેમના સ્વર્ગસ્થ પિતા ડોક્ટર ડાહયાભાઇ પટેલ ના સ્મરણાર્થે રાજમહેલ રોડ ઉપર સિધ્ધરાજ નગર સોસાયટીના નાકે પીવાના શુદ્ધ પાણીની પરબ મૂકી લોકસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે


આ પરબ નાં ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનાં વરદ્ હસ્તે પાણીની પરબ લોકસેવા માટે ખુલ્લી મૂકી હતી તેમજ પર્યાવરણ પ્રેમી રાહદારીઓને પક્ષીઓ માટે ઉનાળામાં પીવાના પાણીના કુંડા અને માળાનું પણ વિતરણ કર્યું હતું
આ તબક્કે તેઓએ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી અને જિલ્લા વહીવટી તંત્ર સાથે સ્વૈચ્છિક સંસ્થા હંમેશા કદમ સાથે કદમ મિલાવી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેમ જણાવી આભાર પણ માન્યો હતો.


અત્યારના ગ્લોબલ વોર્મિંગના સમયમાં પર્યાવરણનું જતન કરવું પણ અતિ આવશ્યક છે તેમ જણાવી અબોલ પશુ પક્ષીઓ માટે પણ પર્યાવરણ પ્રેમીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ કાર્યરત છે અને હજુ પણ સક્રિયપણે વધુ કાર્યરત થાય તે માટે હાજર રહેલ તમામ સ્વૈચ્છિક સંસ્થાઓને પ્રેરણા પૂરી પાડી હતી.
આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, નાયબ વન સંરક્ષક બિન્દુબેન પટેલ, નાયબ બાગાયત નિયામક મુકેશભાઈ ગલવાડિયા, નાયબ ખેતી નિયામક શૈલેષભાઈ પટેલ, નગરસેવક રાજેન્દ્ર હીરવાણીયા, જુદી જુદી એનજીઓના પ્રતિનિધિ ઓ, યતીનભાઈ ગાંધી, મુકેશભાઇ દેસાઇ, નટુભાઈ દરજી, રણછોડભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહી રુહી ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.