#PATAN : પાટણ – બનાસકાઠા નાં જરૂરિયાત મંદ વિધાર્થીઓને ઓનલાઇન નિઃશુલ્ક સ્પોકન ઇંગલિશ ની તાલીમ આપવામાં આવી..

પાટણમાં ઉચ્ચ શિક્ષણ લઈ રહેલ જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સ્વામી વિવેકાનંદ ફ્રી ઇવનીગ સ્કુલ દ્વારા સ્પોકન ઈંગ્લીશ, બેઝિક ઈંગ્લીશ, સાહિત્ય વર્તુળ, તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના અંગ્રેજી ભાષા તેમજ ગ્રામર ની તાલીમ માટેના તબ્બકાવાર ઓનલાઇન વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા ત્રણ બેચના કુલ 210 યુવા વિદ્યાર્થીઓએ આ વર્ગોનો લાભ લીધો હતો. શાળાના માગૅદશૅક દ્વારા કોચિંગ આપવામાં આવ્યું હતું. શાળાના અધ્યક્ષ અને શિક્ષણ મંત્રી કિર્તિસિહ વાઘેલા તેમજ ઉપાધ્યક્ષ ડૉ. જે. એચ. પંચોલી એ તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.