#PATAN : પાટણ- ઉંઝા ફોર લેન રોડની કામગીરી દરમિયાન તોડી પાડવામાં આવેલ એસ ટી બસ સ્ટેશન પુનઃ બનાવવા રજૂઆત કરવામાં આવી..

પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા મુખ્યમંત્રી અને માગૅ મકાન મંત્રી ને પત્ર લખ્યો..

પાટણ ઊંઝા રોડની ફોર લાઈન કામગીરી કરવામાં આવી હતી ત્યારે પાટણ તાલુકાના વીસલવાસણા, ધારપુર અને માડોત્રી ગામના જુના બસ સ્ટેશન કપાતમાં આવતા તોડી પાડવામાં આવ્યા હતા.ત્યારે આ તોડી પાડવામાં આવેલ બસ સ્ટેશન પછી નવીન બસ સ્ટેશન બનાવ્યા ન હોવાથી ઉનાળાની અસહ્ય ગરમીમાં અને ચોમાસામાં વરસતા વરસાદમાં એસટી બસ અને અન્ય વાહનો ની પ્રતીક્ષા કરતા મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ત્યારે ઉપરોકત ગામના સત્વરે નવીન બસ સ્ટેશન બનાવવા પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન નરેશભાઈ પરમાર એ મુખ્યમંત્રી તથા વાહન વ્યવહાર મંત્રી ને પત્ર લખી રજુઆત કરી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.