#PATAN : જેટીંગ મશીન માટે 60 હોર્સ પાવર ના ટ્રેકટરની ખરીદી માટે તાત્કાલિક વહીવટી મંજૂરી ની માંગ કરાઈ..

જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા દ્વારા લેખિતમાં રજૂઆત કરી….

પાટણ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા દ્વારા જેટીગ મશીન માટે 60 હોષૅ પાવરના ટ્રેક્ટરની માંગ કરતી રજૂઆત કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
આ બાબતે તેઓએ લેખિતમાં કરેલ રજૂઆત માં જણાવ્યું હતું કે 15 માં નાણાપંચની વર્ષ 2020-21 જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી જેટીંગ મશીન ઓપરેટ કરવા માટે 60 હોર્સ પાવરનું ટ્રેકટર જરૂરી હોઈ 15 માં નાણાપંચ યોજના અંતર્ગત આ ટ્રેકટર ખરીદવા માટેની પ્રાથમિક મંજુરી વિકાસ કમિશનરની કચેરી ગાંધીનગરના ને ગત તા.22/11/2021 થી આપવામાં આવી છે. GEM પોર્ટલમાં ખરીદી કરવાની હોઈ વહીવટી મંજુરી આપવામાં આવેલ નથી. આવા ગોકળ ગતિએ ચાલતા વહીવટથી પાટણ જિલ્લાના પ્રજાજનો ત્રાહીમામ પોકારી ગયેલ છે

જે ચલાવી લેવાય તેમ નથી, પાટણ જિલ્લાના ગામડાઓમાં ગટરલાઈનો ઉભરાય છે જેની યોગ્ય રીતે સફાઈ થાય તેવા ઉમદા હેતુથી આ મશીન માટે ટ્રેકટરની તાત્કાલિક ધોરણે ખરીદી કરવાની જરૂરીયાત હોઈ તેની વહીવટી મંજુરી આપવામાં આવે તેવી કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે અને તે માટે ની કાર્યવાહી કરવાની માંગ સાથે તેઓ દ્વારા રજુઆત કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.