#PATAN_CITY : બોડૅ ની પરિક્ષા માટે દિકરા દિકરીને પ્રોત્સાહિત કરવાં આવેલ પિતાનું હ્દયરોગના હુમલામાં નિધન થતાં પરિવાર શોકમગ્ન બન્યો..

ભાઈ-બહેને પિતાના સપનાને સાકાર કરવા અને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરવાં બોડૅ ની પરિક્ષા આપતાં પરિવારજનોની આંખ ભરી આવી..

ન જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું છે.. પાટણ શહેરના ગાયત્રી મંદિર રોડ પર આવેલ અમરદીપ સોસાયટી માં રહેતા પ્રજાપતિ પરિવાર નાં ધો 10 અને ધો 12 માં અભ્યાસ કરતા દિકરા દિકરીને બોડૅ ની પરિક્ષા માટે પ્રોત્સાહિત કરવા આવેલા પિતા નું હ્દય રોગનાં હુમલા માં નિધન થતાં પરિવાર માં શોક છવાયો હતો છતાં પોતાના પિતાના સપનાને સાકાર કરવા દિકરા દિકરીએ પિતાની નનામી ધર માં હતી તે સમયે બોડૅની પરિક્ષા આપી પોતાનાં પિતાને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં પરિવારજનોની આંખ ભરી આવી હતી.


આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના ગાયત્રી મંદિર નજીક આવેલ અમરદીપ સોસાયટી માં રહેતા અને મુન્દ્રા ખાતે જિંદાલ કંપનીમાં ફરજ બજાવતા નિતિનભાઈ જયંતીભાઈ પ્રજાપતિ ઉ.વ.42 પોતાની ધો 12 માં અભ્યાસ કરતી દિકરી મહેક અને ધો 10 માં અભ્યાસ કરતા દિકરા વેદ ની શરૂ થનાર બોડૅ ની પરિક્ષા ને લઈને મુન્દ્રા થી એક સપ્તાહ ની રજા લઈ પાટણ આવ્યા હતા અને પોતાના બન્ને દિકરા દિકરી ડોકટર બને તે માટે બોડૅ ની પરિક્ષા માટે પ્રોત્સાહિત કયૉ હતાં. પરંતુ કમૅની ગતિને કોણ જાણી શક્યું છે તેમ બોડૅ ની પરિક્ષા નાં શરૂઆત નાં ત્રણ દિવસ પોતાના પુત્ર અને પુત્રી ને પરિક્ષા સેન્ટર પર મુકવા લેવા જઈને ધરે આવી પરિક્ષા નું પેપર સોલ્વ કરાવી પોતાના દિકરો અને દિકરી ડોક્ટર બને તેવી એક પિતાએ ખેવના વ્યકત કરી હતી અને પોતાની દિકરી દિકરો ડોકટર બની પ્રથમ ઇંજેક્શન પોતાને આપે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

પરંતુ રવિવારે મોડી રાત્રે ફિચાલ ગામે રમેલ માથી આવ્યા બાદ અચાનક નિતિનભાઈ ને છાતીમાં દુખાવો ઉપડતાં તેઓને તાબડતોબ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ સોમવારની વહેલી સવારે નિતિનભાઈ નો આત્મા પરમાત્મા વિલિન થતાં પરિવાર માં શોક છવાયો હતો .ત્યારે પરિવાર નાં સગા સંબંધીઓ બહારગામ રહેતા હોય અંતિમ વિધી માટે રાહ જોવાઈ રહી હતી બન્ને દિકરા દિકરીને તેજ દિવસે સવારે 10-00 કલાકે બોડૅ નું ચોથુ પેપર હોય પરિવાર જનોએ બન્ને બાળકોને હિંમત આપી પરિક્ષા માટે મોકલ્યાં હતાં અને પરિક્ષા આપી ને આવ્યા બાદ ધો 10 માં અભ્યાસ કરતા વેદે પોતાના પિતાના પાર્થિવ દેહ ને મુખારવિંદ આપી અંતિમ વિદાય આપી હતી.