#PATAN : વઢિયાર રામાનંદી સાધુ સમાજના નવનિયુક્ત હોદ્દેદારોનો રાજપુર ખાતે સન્માન સમારંભ યોજાયો.

તાજેતરમાં રાપરિયા હનુમાનજી મંદિર આશ્રમ ખાતે વઢિયાર રામાનંદી સાધુ સમાજ નાં પ્રમુખ,ઉપપ્રમુખ અને સમગ્ર હોદ્દેદારોની સવૉનુમતે નવીન વરણી કરવામાં આવી હતી.
સવૉનુમતે વરણી કરવામાં આવેલ નવનિયુક્ત ટીમનો પાટણ તાલુકાના રાજપુર ગામે મારુતિ એગ્રો બાયોટેક ફેકટરી ખાતે ગોવના પરિવાર દ્વારા સત્કાર અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો.


આ પ્રસંગે વઢીયાર રામાનંદી સાધુ સમાજ રાપરિયા હનુમાનજી મંદિર આશ્રમના નવનિયુક્ત પ્રમુખ ચંદુભાઇ સાધુ,યુવા પ્રમુખ પિન્ટુભાઈ સાધુ સહિત ઉપસ્થિત હોદેદારો નું ફૂલ અને સાલ ઓઢાડી ગોવના પરિવાર દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.


આ સન્માન સત્કાર સમારોહ માં પધારેલ પૂર્વ પ્રમુખ નરસિંહભાઈ સાધુ,ઉપ પ્રમુખના પ્રતિનિધિ તરીકે આવેલા નટવરદાસ સાધુ,ભીખાભાઇ,શાંતિભાઈ, લક્ષ્મણભાઈ,ગોવના પરિવારના ત્રિભોવનદાસ, દલપતરામ,પિયુષભાઈ,મહેશભાઈ,જીગરભાઈ,વાસુભાઈ,સુમંતભાઈએ ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત કર્યું હતું સમાજના ઉત્થાન માટે કાયૅ કરવા હિમાયત કરી હતી.