#PATAN : શ્રી સમીરીકા કામદાદેવી માતાજી નો પાટણ થી વાયડ પગપાળા યાત્રા સંધનુ ભક્તિ સભર માહોલમાં પ્રસ્થાન કરાયું..

મોટી સંખ્યામાં પગપાળા યાત્રીઓ સંધ માં માતાજીના જય જય કાર સાથે જોડાયા..

પાટણ પંથકના વાયડ ગામમાં બિરાજતા શ્રી સમીરીકામદા દેવી મંદિર કે જે શ્રી વાયડ માતાજી તરીકે પણ ઓળખાય છે. શ્રી સમીરીકા કામદાદેવી માતાજી વાણિયા, પંચાલ, બ્રાહ્મણ, કાગ, સુથાર વગેરે કોમના કૂળદેવી છે. શ્રી સમીરીકા કામદાદેવી માતાજી માં અનન્ય શ્રદ્ધા ધરાવતાં ભક્તો દ્વારા છેલ્લા 170 વષૅથી પાટણથી વાયડ નિયમિત રીતે પગપાળા યાત્રા સંધનુ આયોજન કરવામાં આવે છે જે ચાલુ સાલે પણ બુધવારના પવિત્ર દિવસે પાટણ થી વાયડ પગપાળા સંઘ પ્રસ્થાન પામ્યો હતો.


છેલ્લા 32 વષૅ થી પગપાળા યાત્રા સંધના યજમાન પદે અશોકભાઈ રસિકલાલ પરીખ પરિવાર લ્હાવો લઈ માતાજીના રૂડા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે.
પાટણ થી વાયડ પ્રસ્થાન પામેલ આ આ પગપાળા સંઘમાં વાણિયા, પંચાલ, વગેરે કોમના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને માતાજી ની જય જય કાર વચ્ચે માંડવી લઈને પ્રસ્થાન પામતાં સમગ્ર વાતાવરણ ભકિતમય બન્યું હતું.