#PATAN_CITY : પ્રજાપતિ સમાજની એક્તા નાં પ્રતિક સમાન શ્રી પદ્મનાભ પ્રભુની 620 મી જન્મ જયંતી પવૅની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી..

ભગવાન શ્રી પદ્મનાભજી ની શોભાયાત્રા નું ઠેર ઠેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું..

શોભાયાત્રા ના માગૅ પર સમાજના સેવાભાવી યુવાનો નાં સંગઠનો દ્વારા સેવા કેમ્પો ઉભા કરાયા..

શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે એક કુંડી યજ્ઞ,28 કિતૅનની સેવા,મહા આરતી સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા..

પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ, શ્રી પદ્મનાભ વાડી ટ્રસ્ટ અને શ્રી પદ્મનાભ ભગવાન જન્મ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા પાટણ શહેરના નરસિહજી ભગવાનનાં મંદિર પરિસર ખાતે થી પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભ ની 620 મી જન્મ જયતી પ્રસંગની ભક્તિ સંગીતના સુરો વચ્ચે આરતીના ઘંટનાદ સાથે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન પામી હતી.
ભગવાન શ્રી પદ્મનાભજી ની શોભાયાત્રા નું પ્રજાપતિ સમાજના આગેવાન અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત રાજ્યના પ્રવિણભાઇ ઓતિયા સહિત સમાજના દાતાઓ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.


શોભાયાત્રા નરસિહજી ભગવાનનાં મંદિર થી પ્રસ્થાન પામી પિડારીયાવાડા,દોશીવટ બજાર,હિગળાચાચર,જુનાગંજ બજાર,નિલમ સિનેમા, બુકડી,મીરા દરવાજા થઈ શ્રી પદ્મનાભ ભગવાન નાં મંદિર પરિસરે ભવ્ય સામૈયા સાથે સંપન્ન બની હતી.


આ શોભાયાત્રામાં નિશાન ડંકો, કળશ ધારી કુવારીકાઓ,શ્રી પદ્મનાભ ભગવાન, શ્રી ગણપતિજી, શ્રી નકળંગજી અને શ્રી હરદેવજી ભગવાનના શણગારેલા રથો, ધ્વજા દંડ,ભજન મંડળી સાથે ની દસ ઉટલારીઓ, બાળકોનાં મનોરંજન માટે વિવિધ વેશભૂષા ધારીઓ જોડાયા હતા તો આ શોભાયાત્રામાં પ્રજાપતિ સમાજના વ્યવસાયની સાથે ભગવાન શ્રી પદ્મનાભજી ની પ્રસાદ સ્વરૂપે બનતી ભેગવડી દાળ રોટલી બનાવતી ઝાંખી સૌનાં આકર્ષણ નું કેન્દ્ર બની હતી.

તો પાટણ માં પ્રથમવાર મહિલા અને પુરુષ ટીમ સાથે નાસિક ઢોલ ત્રાસા ની રમઝટે સમગ્ર વાતાવરણ ભકિતમય રંગે રંગ્યુ હતું.આ સાથે પાટણના લખન બેન્ડ દ્વારા પણ ભક્તિ સંગીતના સુરો રેલાવ્યા હતાં.
શોભાયાત્રા નાં માંગો ઉપર પ્રજાપતિ સમાજના યુવા સંગઠનો દ્વારા ઠેર ઠેર ઠંડા પીણા,આઈસ્ક્રીમ,કોન,દહી,છાસ,બટેકા ની સુકી ભાજી નાં સેવા કેમ્પો ઉભા કરાયાં હતાં.શ્રી પદમનાભ ભગવાન ની શહેરના વિવિધ માર્ગો પરથી નિકળેલ શોભાયાત્રા નું પાટણના ધમૅપ્રેમી નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.


શ્રી પદ્મનાભ ભગવાન ની 620 જન્મ જયંતી મહોત્સવ ને અનુલક્ષીને મંદિર પરિસર ખાતે 28 કીર્તન ની સેવા,,એક કુંડી હવન,સમાજ શ્રેષ્ઠીઓ, સમાજનાં સેવાભાવી સંગઠનો,દાતા પરિવારો સહિત ભગવાન નાં જન્મ જયંતી મહોત્સવ માં સહભાગી બનેલાં કાયૅકતૉઓને રાજ્યના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત રાજ્યના પ્રવિણભાઇ ઓતિયા સહિતના મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ નાત ગંગાએ સમૂહમાં ભોજન પ્રસાદ ગ્રહણ કરી રાત્રે આયોજિત ભજન સંધ્યા અને ભગવાન શ્રી પદ્મનાભજી ના જન્મ જયંતી મહોત્સવ ની કેક કાપી આતશબાજી સાથે ઉજવણી ને યાદગાર બનાવવામાં આવી હતી.