#PATAN : ચાર્જ સંભાળતા જ પોલીસ વડા વિજય પટેલ એક્શનમાં..

જિલ્લા પોલીસ અધિક્ષકે ટ્રાફીક સમસ્યા સામે એક્શન પ્લાનની તૈયારી કરી..

જિલ્લા અને શહેરમાં દારૂ બંધીનો કડકમાં કડક અમલ કરાશે : વિજય પટેલ..

જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો..

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે વિજય પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે મંગળવારે ચાર્જ સંભાળ્યાં બાદ જિલ્લામાં શાંતિ-સલામતી, કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રથમ દિવસથી જ કામગીરીની ગતિવિધીઓ તેજ કરી દીધી છે.
પોલીસ અધિક્ષકે મંગળવારે ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અને જિલ્લામાં કાયદો -વ્યવસ્થા અંગે સુચારુ આયોજન કરવાની શરુઆત કરી દીધી છે. તો સાથે સાથે નવનિયુકત જિલ્લા એસ.પી. વિજય પટેલે પાટણ શહેરના કોટ વિસ્તાર તેમજ જાહેર માર્ગો પર સર્જાતી ટ્રાફીકની સમસ્યાને પ્રાથમિકતા આપી છે.
શહેરમાં વર્ષોથી પેચીદી બનેલી ટ્રાફીકની સમસ્યાને હળવી કરવા જિલ્લા પ્રશાસન, નગરપાલિકા અને જિલ્લા પોલીસના સંયુકત ઉપક્રમે ટ્રાફીકને હળવો કરવા ચોકકસ નીતિનિયમો બનાવી તેનો અમલ કરવામાં આવશે. તો સાથે સાથે શહેર સહિત જિલ્લામાં બેફામ બનેલી દારુની બદીને અંકુશમાં લાવવા જિલ્લા એસ.પી. વિજય પટેલ દ્વારા સરકારની દારુબંધીની પોલિસીનો કડકમાં કડક અમલ કરવા જણાવ્યું છે. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત થયેલા વિજય પટેલે શહેરમાં ટ્રાફીક સમસ્યા સામે એકશન પ્લાનની સાથે સાથે દારુની બદી પર અંકુશ લાવવાની ગતિવિધીઓને પંથકની પ્રબુધ્ધ જનતાએ સરાહનીય લેખાવી છે.